राष्ट्रीयકચ્છ

ઓવરલોડઃ સફેદ મીઠાના કાળા કારોબારમાં કોનો હાથ…..? ગ્રામજનોએ ભારે વિરોધ….

પ્રતિનિધિ:જયેશ ધેયડા…

ભચાઉ તાલુકાના અમરસર ગામમાં ગૌચર જમીન પર ચાલતા મીઠાના ઓવર લોડનો ગ્રામજનોએ ભારે  વિરોધ કર્યો છે.

આ અંગેની વિગતો જોઇએ તો, ભચાઉના કડોલ રણમાંથી ગેરકાયદેસર રસ્તો કરી અને ઓવરલોડ વાહન પસાર સામે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. અને રસ્તો બંધ કરી દિધો હતો.

કડોલ રણમાં કોઇ રાજકીય  વ્યક્તિનો  હાથ હોય તેમ આક્ષેપ થયા હતા. સાથે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો તેમજ ઓવર લોડ વાહન પર કાર્યવાહી પણ કરી હતી

સફેદ મીઠાનો કાળો કારોબાર પર ક્યાં રાજકીય વ્યક્તિનો  હાથ હોઇ શકે  તેની લોકમૂખે ચર્ચા થઈ રહી છે. ભચાઉ તાલુકાના અમરસર ગામમાં ગૌચર જમીન પર દબાણ હોય તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.

Related Articles

Back to top button