ફાયર સેફટી રિયાલીટી ચેકમાં બહાર આવ્યું- પોલમપોલ અને લોલમલોલ…
ફાયર સેફટી રિયાલીટી ચેકમાં બહાર આવ્યું- પોલમપોલ અને લોલમલોલ...
સુરતમાં પાંચ વર્ષ પહેલાની તક્ષશિલા અગન કાંડની ઘટના બાદ હવે રાજકોટમાં એક શોપિંગ મોલમાં ઓનલાઇન ગેમિંગ શો રમવા આવેલા બાળકો અને અન્યો મળી અંદાજે 33 નિર્દોષ લોકોના મોત બાદ સાબરકાંઠા પણ આવા જ કોઇ બોંબ પર બેઠુ હોય તેંમ રિયાલીટી ચેકમાં બહાર આવ્યું છે અને સુરત-રાજકોટ જેવી આવી કોઇ ઘટના બનશે ત્યારે તંત્ર દોડતું થશે.
વિગતમાં એવુ છે કે રાજકોટમાં ગેમિંગ ઝોનની ઘટનામાં ફાયર સેફ્ટીનો અભાવ બહાર આવ્યો છે. તેથી રાજકોટના અગ્નિકાંડ બાદ સાબરકાંઠામાં હિંમતનગરમાં રિયાલિટી ચેક કરવામાં આવી, જેમાં હિંમતનગર શહેરમાં ટ્યુશન ક્લાસીસ, કોચિંગ કલાસીસ, હોસ્પિટલ અને સ્ક્રેપના ગોડાઉનમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો….
રિયાલીટી ચેક જનહિતમાં કરવામાં આવ્યું હતું કે આવી ઘટનામાં તંત્ર અને લોકો કેટલા તૈયાર હોય છે અને જાહેર હિત માટે આ પ્રકારની કીમગીરી.હિંમતનગર નગરપાલિકા ફાયર વિભાગ નામ માત્રની કામગીરી કરી રહી છે.. રિયાલીટી ચેકમાં એનુ પણ બહાર આવ્યું કે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે અને ફાયર સેફટીના નિયમો નેવી મૂકી હોસ્પિટલોને સંચાલકો ચલાવી રહ્યા છે . શું આ હોસ્પિટલો. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા જિલ્લામાં મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે…? હોસ્પિટલોના નીચે જીવતા બોમ્બ સમાન જોવા મળ્યા છે.
સમગ્ર જિલ્લામાં આવેલી ઉંચી ઉંચી ઇમારતો, ખાનગી ટ્યુશન કલાસિસ અને હોસ્પિટલોની ઓચિંતી મુલાકાત લઇને ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરીને ફાયરના સીધનો ન હોય તો યોગ્ય કાર્યવાહી કરીને ફાયરના સાધનો વસાવે તેવી કાયાદાકીય કાર્યવાહી કરવી જોઇએ. અને જો અગાઉ આવો સર્વે થયો હોય તો તેમાં જે કસૂરવાર જણાયા હરોય તેમની ફરીથી તપાસ કરવી જોઇએ.
કેમ કે આવા મોલ ચલાવનારાઓ રાજકીય વગનો લાભ અને ગેરલાભ લઇને લાખો કમાતા હોય છે. ગુજરાતે મોરબી ઝુલતા પુલ, હરણી બોટ કાંડ, તક્ષશિલા કાંડમાં જોયું કે કોઇને કાંઇ થયું નથી. આવા લાગણી પ્રવર્તે તે સ્વાભાવિક છે. પણ સાબરકીંઠાને નિસ્બત છે કે રિયાલીટી ચેકમાં જે રિયાલીટી એટલે હકીકત બહાર આવી તે ચોંકાવનારી છે અને તંત્રએ જાગવુ જોઇએ.
ફૈયર સેઉફટી.




