જાણો.. ત્રણ દિવસ કેવી પડશે ગરમી… રવિવારે બહાર જવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો….
જાણો.. ત્રણ દિવસ કેવી પડશે ગરમી... રવિવારે બહાર જવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો....
હાલ રાજ્યનાં અમદાવાદ સહિતનાં શહેરોમાં ભારે ગરમી પડી રહી છે. ત્યારે જો તમે આગામી ત્રણ દિવસમાં એટલે કે 25 મે, 26 મે અને 27 મે દરમિયાન જો ફરવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર ખાસ વાંચજો. આ સમયગાળા માટે હવામાન વિભાગે ખાસ ચેતવણી પણ આપી છે. તા.25 મેથી લઈ તા.27 મેનાં રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર સહિતનાં વિસ્તારોમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગરમીનાં પગલે હાલ ઘણા લોકો બીમાર પડી રહ્યાં હોવાના પણ અહેવાલો છે.
તેમજ તા.28 અને 29 મેથી સમગ્ર રાજ્યમાં લોકો ગરમીથી રાહત લેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હજુ 3 દિવસ ગુજરાતમાં અગન વર્ષા જોવા મળશે.
રાજ્યના મોટાભાગનાં શહેરોમાં 45 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી ચેતવણી આપવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. ચાર દિવસ બાદ તાપમાનામાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો.




