ચપ્પલ-જૂતાના વેપારીઓને ત્યાંથી કરોડોનો દલ્લો મળી આવ્યો….નોટોના ઢગલે ઢગલા….
ચપ્પલ-જૂતાના વેપારીઓને ત્યાંથી કરોડોનો દલ્લો મળી આવ્યો....નોટોના ઢગલે ઢગલા....
ઉત્તરપ્રદેશનાં આગ્રામાં શુઝનાં કારોબારીઓનાં ઠેકાણાઓ પર ઈન્કમ ટેક્સની રેડ ત્રણ દિવસ સુધી ચાલી છે. કારોબારીઓએ પલંગ, ગાદલા અને ચંપલના ડબ્બાઓમાં કેશને છુપાઈને રાખી હતી. આઈટીની રેડમાં કુલ 53 કરોડ રૂપિયાની કેશ જપ્ત કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ વિભાગની રેડમાં સૌથી મોટો ખુલાસો થયો છે, તે ખુલાસો ચિઠ્ઠીથી કારોબાર કરવાનો છે.
વિશ્વમાં જાણીતા આગ્રમાં ચંપલનો કારોબાર લગભગ 20 હજાર કરોડ રૂપિયાનો છે. આ કારોબારમાં નોટની જગ્યાએ ચિઠ્ઠીથી મોટી લેવડદેવડ થાય છે. તેમાં મોટા કારોબારીઓ સામાન્ય કમીશન કાપીને ચિઠ્ઠીથી કરોડો રૂપિયાની ચુકવણી કરે છે. ઘરેલુ ચંપલનો કારોબાર ઉધાર પર વધુ નિર્ભર કરે છે.
ટ્રેડર્સ અને મોટા કારીબારીઓ નાના કારોબારીઓને તાત્કાલિક ચુકવણી કરવાની જગ્યાએ ચિઠ્ઠી બનાવીને આપી દે છે. તેની પર તારીખ અને સમયગાળો લખેલો હોય છે. નિયત તારીખ પર ચિઠ્ઠી આપનાર મોટા કારોબારીઓ પાસેથી નાના કારોબારીઓ પેમેન્ટ પ્રાપ્ત કરી લે છે. આ કામ બે નંબરમાં ચાલે છે. તેના પગલે એક તરફ વેપારમાં કેશ જોવા મળતી જ નથી તો બીજી તરફ મોટા પાયે ટેક્સમાં પણ હેરાફેરી થઈ જાય છે. ચિઠ્ઠીઓનો આ ખેલ 100થી વધુ મોટા કારોબારીઓની સાખ પર ચાલી રહ્યો છે. ચિઠ્ઠીઓને વટાવવા બદલ ત્રણ ટકા સુધીનું વ્યાજ લેવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્કમ ટેક્સ વિભાગને હરિમિલાપ ટ્રેડર્સના માલિકના ઘરેથી મોટી સંખ્યામાં ચિઠ્ઠીઓ મળી છે. આ ચિઠ્ઠીઓમાં 20થી વધુ ચંપલ કારોબારીઓના નામ છે. કારોબારીઓ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી ચૂંટણીઓના કારણે ચિઠ્ઠીઓની ચુકવણી થઈ રહી નહોતી. કેશ જપ્ત થવાના ડરથી કારોબારીઓ ચિઠ્ઠીઓ જ લઈ રહ્યાં હતા. ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ તેને વટાવવાની શરૂઆત થઈ ગઈ, જેની જાણ ઈન્કમ ટેક્સ વિભાગને થઈ ગઈ હતી.




