મોટાભાઇની મોટી વાતઃ પાકિસ્તાને પચાવી પાડેવુ કાશ્મિર ભારતનું છે, તે લઇને જ રહીશું….
મોટાભાઇની મોટી વાતઃ પાકિસ્તાને પચાવી પાડેવુ કાશ્મિર ભારતનું છે, તે લઇને જ રહીશું....
ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો જ એક ભાગ છે અને અમે તેને પ્રાપ્ત કરીને જ રહીશું. એક રેલીને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે 2019માં કલમ 370 નાબૂદ થયા પછી એક સમયે અશાંત ગણાતા કાશ્મીરમાં આજે શાંતિ પરત ફરી છે. જોકે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હાલ આઝાદીના નારાઓ સંભળાઈ રહ્યાં છે.
પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, સરકારે 2019માં કલમ 370 નાબૂદ કર્યા બાદ કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે પરંતુ હવે અમે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં વિરોધ જોઈ રહ્યા છીએ. પહેલા અહીં આઝાદીના નારા સંભળાતા હતા હવે એ જ નારા PoKમાં સંભળાય છે. પહેલા અહીં પથ્થરમારો થતો હતો હવે PoKમાં પથ્થરબાજી થઈ રહી છે.
PoK પર કબજો કરવાની માંગને સમર્થન ન આપવા બદલ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું, મણિશંકર ઐયર જેવા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, આવુ ન કરવું જોઈએ કારણ કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. હું કહેવા માંગુ છું કે, તે ભારતનો એક ભાગ છે અને અમે તેને (PoK) લઈશું.
અમિત શાહે કહ્યું કે વર્તમાન લોકસભા ચૂંટણી એ INDIA ગઠબંધનના ભ્રષ્ટ નેતાઓ અને પ્રામાણિક રાજકારણી નરેન્દ્ર મોદી વચ્ચે પસંદગી કરવાની ચૂંટણી છે. મોદી મુખ્યપ્રધાન અને વડા પ્ધાન હોવા છતાં તેમના પર ક્યારેય એક પૈસો પણ આરોપ લાગ્યો નથી. તેમણે કહ્યું, પશ્ચિમ બંગાળને નક્કી કરવાનું છે કે તે ઘૂસણખોરો ઈચ્છે છે કે, શરણાર્થીઓ માટે નાગરિકતા સંશોધન કાયદો (CAA). બંગાળે નક્કી કરવાનું છે કે, તેમણે જેહાદને મત આપવો છે કે વિકાસને મત આપવો છે.




