અખાત્રીજનો મહિમા…. ગરમીમાં સ્વામિનારાયણ ભગવાનને ચંદનનો લેપ લગાવાયો…
અખાત્રીજનો મહિમા.... ગરમીમાં સ્વામિનારાયણ ભગવાનને ચંદનનો લેપ લગાવાયો...
અખાત્રીજનો દિવસ ખાસ ગણાય છે. શાસ્ત્રો અનુસાર, અક્ષય તૃતીયાએ બધા પાપોનો નાશ કરવા અને તમામ સુખ પ્રદાન કરવા માટે શુભ તિથિ છે. આ દિવસે કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય નિશ્ચિતરૂપે સફળ થાય છે. તેથી, અક્ષય તૃતીયાને લગ્ન, ગૃહ પ્રવેશ, નવો ધંધો, ધાર્મિક વિધિ અને પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને શુભ કાર્યો માટે અબુજા મુહૂર્તા તરીકે જોવામાં આવે છે.
આ અક્ષય તિથિ ૫રશુરામજીનો જન્મદિવસ હોવાથી પરશુરામ તિથિ ૫ણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે મહર્ષિ વેદ વ્યાસે અક્ષય તૃતીયાના દિવસથી જ મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. આ સાથે સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગની શરૂઆત અક્ષય તૃતીયા સાથે કરવામાં આવી છે. અક્ષયનો અર્થ જેનો ક્યારેય ક્ષય થતો નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર ગ્રીષ્મ ઋતુ – વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહાપ્રભુ, શ્રી હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના મનોરમ્ય શણગાર સજાવવામાં આવ્યા હતા.
ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મોટેરા સંતોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વૈશાખ સુદ ત્રીજ – અખાત્રીજના પવિત્રતમ દિવસે તથા પૂજનીય સંતોએ અખાત્રીજનો દિવસે ચંદનનાં મનોરમ્ય શણગાર ધરાવવામાં આવ્યો. ચંદનના લાકડાને મશીન દ્વારા લેપ તૈયાર કરવામાં આવે છે.




