Blog

એક સમયના પીએમપદનના ઉમેદવાર શરદ પવાર આખરે માતૃસંસ્થા કોંગ્રેસમાં ભળી જશે…..

એક સમયના પીએમપદનના ઉમેદવાર શરદ પવાર આખરે માતૃસંસ્થા કોંગ્રેસમાં ભળી જશે.....

હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેવામાં મહારાષ્ટ્રમાં શરદ પવારના એક નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા પવારે કોંગ્રેસ અને ક્ષેત્રીય પાર્ટીઓના ભવિષ્ય અંગે મોટી વાત કહી છે. પવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, વૈચારિક રીતે અમે ગાંધી અને નેહરુના અનુયાયી છીએ. કોંગ્રેસ અને અમારી વચ્ચે કોઈ જ અંતર નથી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ ચંદ્ર પવારે દાવો કર્યો છે કે આગામી સમયમાં ઘણા ક્ષેત્રીય પક્ષોનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. ત્યારબાદ ચર્ચા શરૂ થઈ છે કે પવારની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય થશે. એટલું જ નહીં પવારના આ સંકેત પર રાજ્યમાં રાજકીય બયાનબાજીનો તબક્કો શરૂ થયો છે. કોંગ્રેસ પાર્ટીમાં ઘણા વર્ષો વિતાવ્યા બાદ તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી પરંતુ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બે જૂથ બની ગયા છે. શરદ પવારે દાવો કર્યો કે લોકસભા ચૂંટણી પછી ક્ષેત્રીય પક્ષોનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. હવે દિગ્ગજ નેતાના આ નિવેદનથી રાજકારણમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે અચાનક લોકસભા ચૂંટણી વચ્ચે પવારને વિલયનો વિચાર કેમ આવ્યો? તેની પાછળ કોઈ ચાલે છે કે કેમ? 

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ઠાકરેએ કહ્યું કે તેની પાર્ટી નાની નથી. તેમના સહયોગી સંજય રાઉતે કહ્યું કે, કોઈ બીજી પાર્ટીમાં વિલય કરવાનો સવાલ જ નથી. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બંનેની પાર્ટી તૂટીને બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને હવે તેઓ એક જૂથનું જ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રાઉતે કહ્યું કે પવારે સ્પષ્ટતા કરવી જોઈએ કે, શું તેઓ પોતાના પક્ષની વાત કરી રહ્યાં છે?

Related Articles

Back to top button