sabarkathaराष्ट्रीय

શોભનાબેન બારૈયાને પાંચ લાખ કરતાં વધુ લીડથી જીતાડવા અલ્પેશ ઠાકોરની હાકલ

શોભનાબેન બારૈયાને પાંચ લાખ કરતાં વધુ લીડથી જીતાડવા અલ્પેશ ઠાકોરની હાકલ

સાબરકાંઠા બેઠકના ભાજપ ઉમેદવાર શોભનાબેન  બારૈયાના પ્રચારમાં આજે અલ્પેશ ઠાકોર જોડાયા હતા હિંમતનગરના ખાનગી પાર્ટીપ્લોટમાં સભામાં હાજરી આપી શોભનાબેન બારૈયાના પ્રચાર અર્થે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી.

 આ સભામાં 200 જેટલા ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા તો અલ્પેશ ઠાકોર દ્વારા શોભનાબેન બારૈયા માટે મતદાન કરવા  ઠાકોર સમાજને  આહવાન કર્યું હતુ.

આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે સમગ્ર ભારત મોદીમય બન્યો છે અને રાજ્યમાં બમ્પર મતદાન થશે અને આપણાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ૫ લાંખની લીડ કહી છે એના કરતા પણ વધુ લીડ સાથે આ બેઠક વિજયી બનાવવા માટે આહવાન પણ કર્યુ હતુ.

આજની  આ બેઠકમાં ચાર વિધાનસભા મતવિસ્તારના  મુખ્ય આગેવાનો, ધારાસભ્યો અને ક્ષત્રિય આગેવાનો પણ જોડાયા હતા. આ સભા બાદ અલ્પેશ ઠાકોર અરવલ્લી જિલ્લાના પ્રવાસે જવા નિકળ્યા હતા..

Related Articles

Back to top button