राष्ट्रीय

શિવસેનાના નેતાની ઘાત ટળી, તેમને લેવા જતુ હેલિકોપ્ટર ક્રેશ…..પાયલોટ બાલ બાલ બચે…

શિવસેનાના નેતાની ઘાત ટળી, તેમને લેવા જતુ હેલિકોપ્ટર ક્રેશ.....પાયલોટ બાલ બાલ બચે...

રાયગઢમાં શિવસેનાના નેતા સુષ્મા અંધારેને લેવા જતુ એક ખાનગી હેલિકોપ્ટર અચાનક જ ક્રેશ થઈ ગયું હતું. અંધારેએ શેર કરેલા લાઈવ વીડિયોને જોતા લાગી છે કે હેલિકોપ્ટર કોઈ અજાણ્યા વિસ્તારમાં લેન્ડિંગ કરી રહ્યું હતું. જોકે અચાનક જ હેલિકોપ્ટરનું બેલેન્સ જતુ રહેતા હેલિકોપ્ટર ધડાકા સાથે ક્રેશ થઈ ગયું હતું અને વાતાવરણમાં ધૂળના ગોટેગોટા જોવા મળ્યા હતા.

જોકે દુર્ઘટનામાં પાયલોટ કુદી પડતા, તેમનો આબાદ બચાવ થયો હતો.  પરંતુ હેલિકોપ્ટરને ખૂબ નુકસાન પહોંચ્યુ હતું. પોલીસ અને બચાવ ટીમ દુર્ઘટનાની તપાસ માટે રાયગઢના મહાડ ગામમાં આવી પહોંચી હતી. શાકેન અંધારે પણ આ જ  હેલિકોપ્ટરમાં જવાના હતા, જોકે દુર્ઘટનાના પગલે તેઓ તેમની ચૂંટણી સભાઓમાં કારથી પહોંચશે.

Related Articles

Back to top button