વડાલીમાં દેશી બોંબ ધડાકાની આશંકા….બે જણાંના મોત..પોલીસ દોડી આવી…
વડાલીમાં દેશી બોંબ ધડાકાની આશંકા....બે જણાંના મોત..પોલીસ દોડી આવી...
સાબરકાંઠાના વડાલીના વેડા ગામે બ્લાસ્ટનો મામલો બહાર આવ્યો છે. જો કે શરૂઆતમાં તે એક સામાન્ય ધડાકો જણાતું હતું. પરંતુ ઇજા પામેલાઓના એક્સ રેને કારણે તેમાં શંકા જતાં આ કોઇ બોંબ ધડાકો હોવાનું મનાઇ રહ્યું છે.

વડાલીમાં ધડાકો થતાં ત્રણ સગીરાઓ પૈકી એકનું મોત થતા અન્ય બેના એક્સ રે લેવામાં આવ્યાં ત્યારે બ્લાસ્ટની ગંભીરતા એક્સરેમાં દેખાઈ હતી કેમ કે એક્સ-રેમાં લોખંડના ટુકડાઓ સહિત તાર દેખાતા ચોંકી ગયા હતા. અને દેશી બોમ્બ બ્લાસ્ટ થયા હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે,….

જો કે બ્લાસ્ટના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો કેમ કે તેમાં પિતા પુત્રીના મોત થતા સ્થાનિક વિસ્તારમાં અરેરાટી પણ વ્યાપી ગઇ હતી. પોલીસની તમામ ટીમો આ બ્લાસ્ટની તપાસમાં લાગી ગઇ છે અને બનાવની ગંભીરતા જોતા વધુ તપાસ માટે એફએસએલ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને પુરાવા મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે…






