અપરાધઃ અમિતભાઇના નકલી વિડિયો અંગે મેવાણીના પીએની ધરપકડ……
અપરાધઃ અમિતભાઇના નકલી વિડિયો અંગે મેવાણીના પીએની ધરપકડ......
ગૃહમંત્રી અમિત શાહના વીડિયો એડિટ કરીને વાઈરલ કરવાના કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરની સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના PA સતીશ વસાણી અને આપના કાર્યકર આર બી બારૈયાની ધરપકડ કરી છે.
ગૃહમંત્રી અમિત શાહના વીડિયોને એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલામાં દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી સીએમ રેવાન્થ રેડ્ડીને સમન્સ પાઠવ્યું છે. એમ કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસના તેલંગાણા યુનિટ દ્વારા વીડિયોને એડિટ કરીને વાઈરલ કરવામાં આવ્યો હતો.
રેવનાથ રેડ્ડી તેલંગાણામાં પોતે કોંગ્રેસના સ્ટેટ પ્રેસિડન્ટ પણ છે. તેમને દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા માટેનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સહિતની વસ્તુઓને વધુ તપાસ માટે જમા કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયો મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આ વીડિયોમાં ગૃહમંત્રી શિડ્યુલ્ડ કાસ્ટ(SC), શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ(ST) અને અન્ય બેકવર્ડ ક્લાસીસ(OBC) માટેના રિઝર્વેશનને રદ કરવાની વાત કરતા દેખાઈ રહ્યાં છે.
આ વીડિયોની સત્યતા અંગે ભાજપે સવાલ કરતા દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી હતી. બીજેપીએ આ વાતને વખોડતા કહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહે એક રાજકીય રેલી દરમિયાન આપેલા નિવેદનને બદલી નાંખવામાં આવ્યું છે. આ અંગે ભાજપના પ્રવક્તા અમિત માલવીયાએ કહ્યું કે તેલંગણામાં મુસ્લિમ આરક્ષણ પરની ગૃહમંત્રીની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ દ્વારા આ પ્રકારનો એડિટેડ વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યો છે. જે ખરેખર નકલી છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમોને ધર્મને આધારે અપાયેલા આરક્ષણને રદ કરવાની વાત કહી હતી.




