राष्ट्रीय

ભૂલભૂલૈયા-3માં માધુરી અને વિદ્યાનો ડાન્સ મુકાબલો જોવા માટે થઇ જાવ તૈયાર..

ભૂલભૂલૈયા-3માં માધુરી અને વિદ્યાનો ડાન્સ મુકાબલો જોવા માટે થઇ જાવ તૈયાર..

કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા થ્રી’ને વધારે મનોરંજક અને ઝાકઝમાળભરી બનાવવા માટે તેમાં કેટલાય પ્રયોગો થઈ રહ્યા છે. જેમાં મેકર્સ વિદ્યા બાલન તથા માધુરી દીક્ષિત બંનેના ડાન્સ મુકાબલા સાથેનું સોંગ પણ પ્લાન કરી  રહ્યા છે. આ અગાઉ પણ આવી નૃત્ય સ્પર્ધા બૉલીવુડની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં ફિલ્મ દેવદાસમાં માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાયનો ડાન્સ મુકાબલો ગીત “ડોલા રે ડોલા “માં દર્શકોએ નિહાળ્યો હતો.

ભૂલભૂલૈયા’ના પહેલા ભાગમાં  ‘અમી જે તોમાર’ ગીત લોકપ્રિય બન્યુ  હતું.  હવે આ ગીતને જ વધારે ભવ્ય સ્વરુપે અને વધારે ઝાકઝમાળ સાથે રજૂ કરાય તેવી સંભાવના છે. વિદ્યા અને માધુરી બંને ડાન્સમાં નિપુણતા ધરાવે છે . અને સર્જકો તેમના આ ડાન્સ મુકાબલાને ફિલ્મની હાઈલાઈટ તરીકે રજૂ કરી શકે છે. ફિલ્મમાં વિદ્યા બાલન મંજુલિકાના રોલમાં હશે. માધુરી દીક્ષિત પણ કદાચ સુપર નેચરલ રોલ ભજવી રહી હોવાની સંભાવના છે.

Related Articles

Back to top button