राष्ट्रीय

હનીટ્રેપઃ રાજકોટના યુવાનને જુનાગઢ બોલાવી રૂમમાં લઇ ગઇ અને પછી કહ્યું…

હનીટ્રેપઃ રાજકોટના યુવાનને જુનાગઢ બોલાવી રૂમમાં લઇ ગઇ અને પછી કહ્યું...

રાજ્યમાં હાલ ગુનાખોરીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં વધી ગયું છે. ઓછી મહેનતે વધુ પૈસા કમાવાની લાલચ માણસને ચોક્કસ રીતે ગેરમાર્ગે  દોરે છે. આવી જ એક ઘટનામાં એક યુવતીએ પૈસાની લાલચ માટે એક નિર્દોષ યુવકને ફસાવ્યો અને તેને મારમારી તેની પાસેથી પૈસા પડાવી લેવાની ઘટના બની હતી.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢની એક યુવતીએ કન્સ્ટ્રકશનનાં ધંધાર્થીને ફોન કરી જૂનાગઢ બોલાવ્યો હતો. જ્યાં એક રૂમમાં લઇ ગઇ હતી. બાદમાં અન્ય લોકોને બોલાવી માર મારી ધમકાવી રૂપિયાની માંગણી કરી હતી.

યુવકને યુવતી રૂમમાં લઈ જઈ યુવતીના માતા, ભાઇ અને તેના મિત્રએ આવી નગ્ન ફોટા પાડી બેટ વડે મારમારીને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનાની વીંટી કાઢી લીધી હતી. એટલું જ નહીં રૂપિયા 7 લાખ સમાધાનનાં માંગ્યા હતા. પણ યુવતીની માતા હોવાનો દાવો કરનાર મહિલાએ આવી રૂપિયા 25 લાખ માંગ્યા હતા.

આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધુ હતું. બાદમાં યુવક રાજકોટ જઇ ઘરે અને મિત્રને વાત કરી હતી. બાદમાં યુવતી રૂહી પટેલ, રવિ, સાગર, જયસુખ રબારી, મંજુલા હીરપરા સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેતા આ ફરિયાદ નોંધાવી છે. હાલ જૂનાગઢ બી ડિવિઝન પોલીસે યુવકની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button