sabarkathaराष्ट्रीय

જય ભીમ- બંધારણના ઘડવૈયા અને મહામાનવની 133મી જન્મજયંતી ઉજવાઇ….

જય ભીમ- બંધારણના ઘડવૈયા અને મહામાનવની 133મી જન્મજયંતી ઉજવાઇ....

14 એપ્રિલ એટલે ભારતના એક એવા મહાનુભાવ કે જેમની તોલે કોઇ ન આવી શકે. આજે ભારત દેશ જે બંધારણ દ્વારા ચાલી રહય્ો છે તે બંધારણની રચના અન્ય સાથીઓ સાથે મળીને ડો. ભીમરાવ આંબેડકરના નેતૃતત્વમાં  તૈયાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુ 1950ના રોજ તેનો અમલ શરૂ થતાં આઝાદ ભારત પ્રજાસત્તાક બન્યુ અને પ્રજાને અધિકારો મળ્યા તે મહામાનવને કારણે સંભવ થઇ શક્યુ હતું. એવા મહામાનવનો આજે જન્મ દિ છે અને દેશ આખામાં તેની  ઉજવણી થઇ રહી છે.

 દેશળના અન્ય  ભાગોની જેમ હિંમતનગર ખાતે પણ બંધાારણના  ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મ જન્મ જ્યંતિની ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે  ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે વીએચપી દ્રારા ગોષ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમા  જ્યારે બાબાસાહેબ આંબેડકરની ૧૩3મી જન્મ જ્યંતિ નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આંબેડકર જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા સામાજીક સમરસતાને ધ્યાન ઉપર રાખીને સામાજિક સમરસતા અંતર્ગત ઠેર ઠેર ગોષ્ઠિ કરવામાં પણ આવી હતી

જેમાં ડો.બાબાસાહેબ દ્રારા કરવામાં આવેલ કામો અને જીવન ચરિત્ર વિશે પણ લોકોને સમજાવવા આવ્યા હતા તો શહેરના મધ્યમાં આવેલ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને બાબાસાહેબ અમર રહો…ના જયઘોષ પણ કરવામાં આવ્યા હતા.. વીએચપી સહિત સમાજના વિવિધ અગ્રણીઓએ પણ બાબાસાહેબને પુષ્પાંજલી અર્પણ કરી હતી..

Related Articles

Back to top button