राष्ट्रीय

ધાંય..ધાંયઃ હવે ઓસ્ટ્રેલિયામાં ગન કલ્ચર….5ના મોત….અનેક ઘાયલ બન્યા..

ધાંય..ધાંયઃ હવે ઓસ્ટ્રેલિયામાં ગન કલ્ચર....5ના મોત....અનેક ઘાયલ બન્યા..

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક શોપિંગ મૉલમાં ફાયરિંગ અને ચપ્પા વડે હુમાલાની ઘટના બની છે. જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આ ઘટના વેસ્ટફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટરમાં બની હતી. ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. ઘટનાના એક સાક્ષીઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ગોળી ચલાવવામાં આવે તે પહેલાં એક વ્યક્તિએ મહિલા અને તેના બાળક સહિત દુકાનદારોને ચપ્પા વડે હુમલો કરીને ઉપરા-છાપરી ઘા મારી દીધા હતા. અહેવાલો મુજબ મોલમાં ચાર લોકો પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

સિડનીમાં  શનિવારે બનેલી આ ઘટના બાદ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે લોકોને સ્થળથી દૂર રહેવા અપીલ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને પૂછપરછ કરી રહી છે. આ ઘટનાને પગલે થોડીવાર માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ ઘાયલોને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે લોકોમાં ભય ફેલાય ગયો છે.

Related Articles

Back to top button