અમેરિકામાં ગુજરાતી મહિલાએ મેયર અને કાઉન્સિલર્સને મારી નાખવાની આપી ધમકી…
અમેરિકામાં ગુજરાતી મહિલાએ મેયર અને કાઉન્સિલર્સને મારી નાખવાની આપી ધમકી...
અમેરિકામાં રહેતા અને મૂળ ગૂજરાતી એવા રિદ્ધિ પટેલની કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. રિદ્ધિએ શહેરના મેયર અને સિટી કાઉન્સિલને એક મીટિંગ દરમિયાન મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મીટિંગ દરમિયાન ઈઝરાયલ વિરોધી એવા રિદ્ધી પટેલે ગાઝામાં શાં માટે અમેરિકા દ્વારા યુદ્ધ વિરામના સમર્થનમાં ઈઝરાયલને કઈ કહેવામાં આવતું નથી, તે અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ અંગે પોતાનો ગુસ્સો ઉઠાવ્યો હતો. તેણે અમેરિકાની વિવિધ બિલ્ડિંગોની બહાર શાં માટે ઈઝરાયલનો વિરોધ કરનારાઓને વેરવિખેર કરવા માટે સખ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
રિદ્ધિ વિરુદ્ધ 16 જેટલા આરોપો મુકવામાં આવ્યા છે. તેણે મીટિંગમાં પોતાના વકત્વયમાં ગાંધીજી અને જીસસ ક્રીસ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે કદાચ જીસસ હોત તો તેમને પ્રસ્તાવનું સમર્થન ન કરવા બદલ તમામ કાઉન્સિલ મેમ્બર્સને મારી નાંખ્યા હોત. તેમના વકત્વયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રિદ્ધિએ વધુમાં કહ્યું કે હું છેલ્લા પાંચ વર્ષથી સિટી કાઉન્સિલની મીટિંગમાં હાજર રહું છું. અગાઉ ક્યારેય આ પ્રકારના મેટલ ડિટેક્ટર મેં મીટિંગમાં જોયા નથી.




