गुजरातराष्ट्रीय

ભૂમિપૂજનઃ કઠવાડામાં આકાર લેશે સરદાર પટેલ મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટર…….

ભૂમિપૂજનઃ કઠવાડામાં આકાર લેશે સરદાર પટેલ મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટર.......

અમદાવાદના કઠવાડા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી  દેવુસિંહ ચૌહાણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સરદાર પટેલ મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં યોજાયો.

અમદાવાદ ડાયમંડ એસોશિયેશન મેડિકલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સારવાર અને શિક્ષણ ક્ષેત્રે સુંદર કામગીરી થઈ રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાના સુશાસનમાં દેશભરમાં સુગ્રથિત મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. છેલ્લાં સાત દશકમાં ન થયું હોય એટલું કામ છેલ્લાં એક દશકમાં મોદીજીના સુકાનમાં થયું છે. યોગથી લઈને આયુષ્યમાન કાર્ડ સુધી આરોગ્યના અનેકવિધ આયામો સામાન્યજનની સેવામાં ઉપલબ્ધ બન્યા છે. સરકારના પ્રયાસોમાં સામાજિક સંસ્થાઓનો પણ સુંદર સહયોગ ભળ્યો છે, જેના લીધે જનસુખાકારીના કામોમાં બમણી ગતિ આવી છે.

Related Articles

Back to top button