राष्ट्रीय

ચૂંટણી પંચે ટૂંકા ગાળામાં જ 3 લાખ લીટર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો..

ચૂંટણી પંચે ટૂંકા ગાળામાં જ 3 લાખ લીટર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો..

રાજ્યમાં લોકસભાની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે  27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે.

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.6.54 કરોડ રોકડ, રૂ. 11.73 કરોડની કિંમતનો 3.84 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 27.62 કરોડની કિંમતનું 45.37 કિલો સોનું અને ચાંદીનો જથ્થો પકડવામાં આવ્યો છે.

આ ઉપરાંત, રૂ.1.73 કરોડની કિંમતના 564.49 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.39.20 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે રાજ્યભરમાં 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ ગઈ છે.

Related Articles

Back to top button