ગરમાવોઃ પૂર્વ પોલીસકર્મીની જાહેરાતથી સાબરકાંઠા બેઠક માટે ત્રિપાંખિયા જંગના મંડાણ…
ગરમાવોઃ પૂર્વ પોલીસકર્મીની જાહેરાતથી સાબરકાંઠા બેઠક માટે ત્રિપાંખિયા જંગના મંડાણ...
દોઢેક વર્ષ પહેલા શરૂ થયેલા પોલીસ મહા આંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી સાબરકાંઠા લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
જો નજીકના ભૂતકાળ પર નજર નાંખીએ તો, દોઢેક વર્ષ પહેલા પોલીસ કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે શરૂ થયેલા પોલીસ મહા આંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર આજે અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા લડવાની જાહેરાત કરી છે..
જાદર પોલીસ સ્ટેશનમાંથી તેમની બદલી પોરબંદર થયા બાદ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો ઉઠાવવા મામલે તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા.. જોકે બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટી લોકસભા પ્રભારી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા…
આજે તેમણે બપોરે 12:00 કલાકે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી હતી. જનતા જ સાંસદ બનવાની સાથે તેમણે આ માહિતી આપી હતી..
તેઓએ પોતાનો મેનિફેસ્ટો પણ આજે જાહેર કર્યો હતો, જેમાં સાંસદ તેઓ નહીં પણ સાબરકાંઠા જિલ્લાની જનતા બનશે તેવું જણાવ્યું હતું.. સાથે સાથે તેઓ સાબરકાંઠા લોકસભા બેઠક જીત્યા બાદ સાંસદ તરીકેનો મળતો પગાર નહીં લે તેવી પણ તેમણે આજે જાહેરાત કરી હતી..
જો કે તેમણે સરકારી પગાર ભથ્થા લઇને આ પગારની રકમ તેઓ લોકહિતના કાર્યોમાં વાપરશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નરેન્દ્રસિંહ પરમારના માતાના નામે બનાવેલ જસીબા સેવા ટ્રસ્ટે પણ ગુજરાત ભરમાં લોક સેવા ક્ષેત્રે એક અનોખી મિસાલ ઊભી કરી છે ત્યારે સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા નરેન્દ્રસિંહ પરમારે આજે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરતા સાબરકાંઠા જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો..અને હવે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર મળીને ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે.




