राष्ट्रीय

બે અબજોપતિ મુકેશ અને એલોન સાથે મળીને બનાવશે દુનિયાની બેસ્ટ ઇ-કાર….

બે અબજોપતિ મુકેશ અને એલોન સાથે મળીને બનાવશે દુનિયાની બેસ્ટ ઇ-કાર....

ભારતીય બજારમાં અમેરિકાની ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાને લઈને સતત નવા અપડેટ્સ આવી રહ્યાં છે. થોડા દિવસો અગાઉ સમાચાર આવ્યા હતા કે ટેસ્લા ભારતમાં પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા માટે જમીન શોધી રહી છે અને તેના માટે કંપની આ મહીને એક ટીમ મોકલશે. હવે એવા સમાચાર આવી રહ્યું છે કે ટેસ્લા અને રિલાયન્સ આ માટે પાર્ટનરશીપ કરવાના છે. મીડિયાના અહેવાલો મુજબ, એલન મસ્કની ટેસ્લા અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ મળીને ભારતમાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ લગાવવાની વાતચીત કરી રહ્યાં છે.

એક અહેવાલ મુજબ ટેસ્લા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક જોઈન્ટ વેન્ચર પર વિચાર કરી રહ્યાં છે. આ મામલામાં વાચતીત શરૂઆતના તબક્કામાં છે અને જો આ અંગે બધુ યોગ્ય ચાલ્યું તો બંને કંપનીઓ સંયુક્ત રૂપથી ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેકચરિંગ પ્લાન્ટ લગાવી શકે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાતચીત હાલ પ્રથમ તબક્કામાં છે અને એક મહિનાથી ચાલી રહી છે.

ટેસ્લાએ કથિત રીતે ભારતમાં પોતાનો મેન્યુફેકચરિંગ પ્લાન્ટ બનાવવા માટે 2 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યો ટેસ્લાના પ્લાન્ટ માટે રેસમાં છે. મહારાષ્ટ્રમાં બંદરો હોવાના પગલે તેને પ્રથમ પસંદગી મળવાની શક્યતા છે. જોકે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

Related Articles

Back to top button