राष्ट्रीय

અમિત શાહની સિંહ ગર્જનાઃ હવે દરેક ભષ્ટ્રાચારીઓએ જવું પડશે જેલમાં..છોડુંગા નહીં..

અમિત શાહની સિંહ ગર્જનાઃ હવે દરેક ભષ્ટ્રાચારીઓએ જવું પડશે જેલમાં..છોડુંગા નહીં..

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયાના ગુરારુમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન અપાવવાનું કામ કર્યું. લાલુ યાદવ અને કોંગ્રેસ સત્તામાં આવ્યા અને ગયા ક્યારેય કર્પૂરી ઠાકુરનું સન્માન કર્યું નથી. અમિત શાહે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને બિહારમાં 40માંથી 39 સીટો મળી હતી. જોકે આ વખતે લોકોને અપીલ છે કે તેઓ આ વખતે પણ બિહારની 40 સીટો પર એનડીએને જીત અપાવવાનું કામ કરે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે 40 સીટો પર ચૂંટણી જીતીશું.

અમિત શાહે કહ્યું કે આ વખતે 40માંથી 40 સીટો એનડીએને આપજો. તમે બધા એનડીએને 400ની પાર કરાવજો. પીએમ નરેન્દ્ર મોદી તેમના બધા વાયદાઓ પૂરા કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ વાયદો કર્યો હતો કે દેશના અર્થતંત્રને ત્રીજા નંબર પર પહોંચાડવાનું છે. તેને પુરો કરવાનો છે. વડાપ્રધાન મોદીએ રામ મંદિર બનાવવાનું કામ કર્યું છે. રામલલા પ્રથમ વખત રામનવમી અયોધ્યામાં પોતાના મંદિરમાં ઉજવશે.

વડાપ્રધાને જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસ અને લાલુ યાદવ કલમ 370ને રદ કરવા દેતા નહોતા. મોદીજીએ પછાત લોકોને  સન્માન અપાવવાનું કામ કર્યું. આયુષ્માન ભારત યોજનાને બિહારમાં નીતીશ કુમાર અને સમ્રાટ ચૌધરીની સરકારે લાગુ કરી છે. અમિત શાહે કહ્યું  કે રાષ્ટ્રીય જનતા દળના નેતા વંદે ભારત ગીતનો વિરોધ કરે છે.

Related Articles

Back to top button