sabarkathaराष्ट्रीय

હિંમતનગર તાલુકાના ગઢોડા ગામ ખાતે ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો.

આમ તો સામાન્ય રીતે ભારત વર્ષમાં ચાર નવરાત્રીઓનું મહત્વ હિન્દુ શાસ્ત્ર માં આલેખવામાં આવ્યું છે જેમાં વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રિ, અને પુષ્ય નવરાત્રી નો સમાવેશ થયો છે જે પૈકીની ચૈત્રી નવરાત્રી નું અનેરું મહત્વ હોય છે. ચૈત્ર મહિનાના શુકલપક્ષની પ્રતિ પ્રદાતિથી એટલે ચૈત્રી નવરાત્રીનું પ્રારંભ આ ચૈત્રી નવરાત્રી નવ દિવસ માતા દુર્ગાની પૂજા વિધિ વિધાનથી સહ કરવામાં આવે છે.

સામાન્ય રીતે ભારત વર્ષમાં આસો નવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ સામાન્યતઃ ગામડાઓ છે જ્યાં આજે પણ ચૈત્રી નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે.

હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે છેલ્લા 65 વર્ષથી ચૈત્રી નવરાત્રીનો ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ગ્રામજનો દ્વારા ચાચર ચોકને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી છે અને નવરાત્રિના નવ દિવસ મન મૂકીને ગ્રામજનો ગરબે ઘૂમતા હોય છે. ગઢોડા ગામમાં આસો નવરાત્રી ઉજવવામાં આવતી નથી તેની સામે ચૈત્રી નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે આસપાસના ગામોમાં આસો નવરાત્રી ઉજવવાતી હોય છે પરંતુ ગઢોડા ગામમાં ચૈત્રી નવરાત્રીનું આયોજન થતું હોય છે જેને લઇને આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવી પહોંચતા હોય છે જોકે નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે ને નવમા દિવસે ગઢ ભવાની માતાજીના મંદિર ખાતે રામનવમીનું હવન યોજાતું હોય છે આ હવનના દિવસે લોકમેળો પણ યોજવામાં આવતો હોય છે અને મોટી સંખ્યામાં લોકો હવનનો અને મેળાનો લાભ લેતા હોય છે.

Related Articles

Back to top button