sabarkathaराष्ट्रीय

સલામ કર્મીઓને કે જેમણે સ્વજનની માનવતાનું કામ કરી બતાવ્યું…

સલામ કર્મીઓને કે જેમણે સ્વજનની માનવતાનું કામ કરી બતાવ્યું...

અસારવા થી જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી બહાર પડી ગયેલા અજમેરના વેપારીના મૃતદેહને GRP ના પોલીસ કર્મીઓએ 25 કલાક 84 કિમી ફૂટ પેટ્રોલિંગ કરી શોધીને હિંમતનગર સિવિલમાં PM કરીને પરિવારજનોને મૃતદેહ સોપીને એકમાનવીય સંવેદનશીલતનો ફત્મ ઉદાહરણ સમાજ અને પ્રશાસન સમક્ષ રજૂ કરીને  વાહવાહીની સાથે સંતોષની લાગણી પણ અનુભવી હશે.

અસારવા થી જયપુર જતી ટ્રેનમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે રાયગઢથી શામળાજી વચ્ચે ચાલુ ટ્રેનમાં બહાર પડી ગયેલ અજમેરના વેપારીના મૃતદેહને હિંમતનગર GRP પોલીસે અલગ અલગ ટીમો બનાવીને 25 કલાક સતત અપ ડાઉન ફૂટ પેટ્રોલિંગ કરતા સમયે ગત રાત્રીના સમયે હિંમતનગરના રાયગઢ પાસેના છાત્રેશ્વર ગામ નજીક ઝાડી ઝાંખરામાં બાવળની વચ્ચેથી મળી આવી હતી.

ત્યારબાદ મૃતદેહને હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.આજે સવારે મૃતદેહનું પીએમ કર્યા બાદ પરિવારજનોને સોપ્યો હતો.આ અંગે હિંમતનગર આઉટ પોસ્ટ રેલવે પોલીસ ચોકીમાં અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે,રાજસ્થાનના અજમેરમાં પંચશીલનગરમાં માંકડવાલી રોડ પર B/112 માં રહેતા અને દિલ્હી ગેટ બહાર પાર્લર ચાલવતા વેપારી નરેશભાઈ હાસામલ ટીકીયાની જે વિજાપુર તેમના સંબધીને ત્યાં મળીને પરત અજમેર જવા હિંમતનગર રેલવે સ્ટેશનથી અસારવાથી જયપુર એક્સપ્રેસ ટ્રેન નં 12982માં 5 એપ્રિલે રાત્ર્રે 9.20 કલાકે  બેઠા હતા.

દરમિયાન રાત્રીના 10.30 કલાકે રાયગઢ સ્ટેશન માસ્તરે હિંમતનગર આઉટ પોસ્ટ રેલવે પોલીસ ચોકી પર જાણ કરી હતી કે કોઈ એક મુસાફર રાયગઢથી શામળાજી વચ્ચે ટ્રેન માંથી પડી ગયેલ છે.ત્યારબાદ હિંમતનગર આઉટ પોસ્ટ પોલીસ ચોકીથી વિજયભાઈ, વિકાસભાઈ, દીપકભાઈ, રમેશભાઈ, ગજેન્દ્રસિંહ,  સહિતના પોલીસ કર્મીઓ તાત્કાલિક રાત્રીના સમયે રાયગઢ રોડ રેલવે સ્ટેશન પહોચ્યા હતા.

.ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમો પાડીને રાત્રીએ રાયગઢથી વાટડા,રાયગઢથી સુનોખ,વાટડાથી હિંમતનગર સુધી રેલવે ટ્રેક પર ફૂટ પેટ્રોલિંગ શરુ કર્યું હતું. કોઈ પત્તો લાગ્યો ન હતો. તો હિંમતનગરથી શામળાજી સુધીના 42 કિમીના રેલવે ટ્રેક પર 25 કલાક સુધી અપ ડાઉન 84 કિમી ફૂટ પેટ્રોલિંગ કરતા સમયે શનિવારે રાત્રીના સમયે રાયગઢથી સુનોખ રેલવે ટ્રેક પર 12.30 કલાકે છાત્રેશ્વર ગામ પાસે ઇલેક્ટ્રિક પોલ 291/8 અને 9 ની વચ્ચે ટ્રેકની જમણી બાજુમાં દૂર ઝાડીઓમાં બાવળમાં ફસાયેલો અજમેરના વેપારી નરેશભાઈ હાસામલ ટીકીયાની(ઉવ.58)નો મૃતદેહ મળ્યો હતો.

ત્યારબાદ બે કલાક સુધી બાવળના ઝાડી ઝાંખરા કાપી મૃતદેહને બહાર કાઢ્યો હતો.ત્યારબાદ મૃતદેહને વાહનમાં હિંમતનગર સિવિલમાં પીએમ માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં રવિવારે સવારે પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોપ્યો હતો .બનાવ અંગે હિંમતનગર આઉટ પોસ્ટ રેલવે પોલીસ દ્વારા અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં  32/2024 નંબરે અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Back to top button