sabarkathaराष्ट्रीय
એક નિષ્ઠાવાન શિક્ષકને હેરાન-પરેશાન કરે છે દારૂડિયાઓ…..શું આ રીતે ભણશે ગુજરાત…?
એક નિષ્ઠાવાન શિક્ષકને હેરાન-પરેશાન કરે છે દારૂડિયાઓ.....શું આ રીતે ભણશે ગુજરાત...?
ઈડરના માથાસુરમાં દારૂના વ્યસન કરનારા લોકોથી ત્રસ્ત થઈ સરકારી પ્રાથમિક શાળાના એક શિક્ષક દ્વારા આખરે પોલીસમાં અરજી કરવામાં આવી છે…
જોકે હજુ સુધી અરજી કરવા છતાં લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે… ઇડર તાલુકાના માથાસુર ગામે રહેનારા સંજય ડાભી અને તેમના પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવે છે…ત્યારે તેમના વિસ્તારમાં કેટલાક લોકો નશો કરી અને આ લોકોને માનસિક હેરાનગતિ કરતા હતા..
તેમના મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી અને પથ્થર થી હુમલા પણ કર્યા હતા.. જેનુ સીસીટીવી કેમેરામાં રેર્કોર્ડિગ પણ થયુ છે.. જોકે આ લોકોના ત્રાસ વધી જતા હવે આ પરિવારે આ બધાથી ત્રસ્ત થઈને ગાંધીના ગુજરાતમાં દારૂડિયાઓથી રક્ષણ મેળવવા માટે પોલીસમાં અરજી કરી છે..




