ગારીયાધારના હોમગાર્ડઝ કમાન્ડર ભેદભાવની નીતિ રાખતા હોવાની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને તેમને બરતરફ કરવા યુનિટના સભ્યોએ માંગણી કરી છે…

ગારીયાધાર શહેર તથા તાલુકાના હોમગાર્ડઝ કમાન્ડરને બરતરફ કરવા યુનિટના સભ્યોએ માંગણી કરી છે હોમગાર્ડઝ કમાન્ડર કે જેઓ મોટાભાગના યુનિટ કેડેટ સાથે ભેદભાવની નીતિ રાખતા હોવાનું તથા માનીતાઓને તથા પોતાને વ્યક્તિગત અનુકૂળ હોય તેનેજ ફરજ પર બોલાવતા હોવાનો આક્ષેપ યુનિટના સભ્યો દ્વારાજ થયો હોવાનું જાણવા મળેલ છે. કમાન્ડર યુનિટના કેડેટ સાથે ભેદભાવની નીતિ રાખતા હોવાનો સભ્યોએ આક્ષેપ કર્યો છે.
વર્તમાન કમાન્ડરની કામગીરીથી સમગ્ર યુનિટમાં અસમંજતા થતા માનસિક તાણભર્યું વાતાવરણ સર્જાવા પામેલ હોઇ આ કમાન્ડરને તાત્કાલિક ધોરણે બરતરફ કરવાની માંગણી જિલ્લા હોમગાર્ડઝ યુનિટ, એસ.પી.ભાવનગર ડીવાય. એસ.પી.પાલીતાણા તથા ગારિયાધાર પી.એસ.આઈ.ને કરાઈ હોવાનું જાણવા મળેલ છે.




