sabarkathaराष्ट्रीय

અટકળોઃ સાબરકાંઠા બેઠક માટે ફરીથી ઉમેદવાર બદલાઇ શકે તો નવાઇ નહીં…?!

અટકળોઃ સાબરકાંઠા બેઠક માટે ફરીથી ઉમેદવાર બદલાઇ શકે તો નવાઇ નહીં...?!

શું ભાજપ સાબરકાંઠાની બેઠક પર ફરીએક વાર ઉમેદવારને બદલવા માંગે છે…એવા સવાલોની વચ્ચે ગૃહમંત્રી હર્ષ સંઘવીને આજે  પાર્ટી હાઇકમાન્ડે સાબરકાંઠામાં મોકલ્યા હતા અને તેમણે  પાર્ટીના નેતાઓની સાથે  બેઠક યોજીને અન્ય મહિલાઓના બાયોડેટા અંગે ચર્ચા કરી હોવાનું મનાય છે. જો કે હજુ સુધી તેમના તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

સાબરકાંઠા બેઠક માટે ભાજપે  ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરી અને પછી તેમના બદલે  મહિલા અગ્રણી શોભનાબેન બારૈયાને પસંદ કર્યા તો તેમની સામે વિરોધ થયો કે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની છે અને ભાજપના સભ્ય પણ નથી. તેમની સામે વિરોધ અને ભીખાજીની તરફેણમાં લોકજુવાળથી હાઇકમાન્ડ મૂંઝવણમાં છે.

 બીજી તરફ હર્ષ સંઘવીની મુલાકાતથી મામલાએ ગંભીરતા બતાવી હતી. ભાજપના કાર્યકરોની માંગ છે કે  મૂળ ભાજપના હોય તેમને જ ટિકિટ આપવી જોઇએ, કોઇ આયાતીના પરિવારને ટિકિટ આપવામાં આવે તો  મૂળ ભાજપના કાર્યકરો પાર્ટીને જીતાડવા મહેનત કરે છે તેમનું શું..?  એવા સવાલો થઇ રહ્યાં છે.

દરમ્યાન ચર્ચા અને અટકળો એ છે કે સંઘવીની મુલાકાત બાદ પાર્ટી સાબરકાંઠા માટે ફરીથી ઉમેદવાર બદલી શકે છે. કેમ કે બન્ને ભીખાજી અને શોભનાબેનનો એક યા બીજા કારણોસર વિરોધ યથાવત છે.

Related Articles

Back to top button