sabarkathaराष्ट्रीय

પોલીટીક્સઃ પહેલીવાર ધારાસભ્યનું નિવાસ પોલીસ છાવણીમાં ફેરવાયું…

પોલીટીક્સઃ પહેલીવાર ધારાસભ્યનું નિવાસ પોલીસ છાવણીમાં ફેરવાયું...

સાબરકાંઠાના રાજકારણમાં આ ચૂંટણીઓ અફલાતૂન બની રહેમ જણાય છે. ભાજદપમાં ઉમેદવારોને લઇને મામલો હજુ ગરમ છે ત્યીં નેતાઓ દ્વારા કટુવચનોને લઇને તેમના નિવાસસ્થાને પોલીસ કાફલો મૂકવાની ઘટના બનતા લોકોમાં અને મતદારોમાં મૂંઝવણ એ છે કે આવુ કેવુ ચાલે છે, નેતાઓ નિયંત્રણમાં રહેતા નથી..?

વિગતે જોઇએ તો ઉમેદવારના મામલે ગઇ કાલે ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા એક મહિલાને ગાળો બોલવામાં આવી હોવાનો આરોપ મૂકાયો હતો અને એ આદિવાસી સમાજની મહિલા કાર્યકરના ટેકામાં વોરાનો ઘેરાવ કરવાની ચીમકીના પગલે ઈડરમાં દામોદર એરિયામાં ધારાસભ્યનું નિવાસ સ્થાન પોલીસ છાવણીમાં ફેરવાયું હતું..

ઈડરના ધારાસભ્ય વોરાના બંગલા આગળ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને કોઇ જઇ ના શકે તે માટે બેરિકેડની આડશો મૂકી દેવામાં આવી હતી.

ગઈકાલે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન અનસુયાબેન ગામેતીને અશબ્દ બોલ્યાનો આક્ષેપ કર્યો હતો.ત્યારબાદ ઈડર તાલુકા સંગઠન મહામંત્રી કિરીટભાઈ સડાત રમણલાલ વોરા માફી માગવા મામલે વીડિયો વાઇરલ કર્યો હતો અને મામલો ગરમાયો હતો.

ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત સદસ્યો વરચે થયેલ વિવાદને લઇ ભાજપનાં આગેવાનો મામલો શાંત પાડવા કામે લાગ્યા છે પણ તેમને હજુ સફળતા મળી નથી.ધારાસભ્ય દ્રારા જાહેરમાં માફી નહીં માંગે તો આજે આદિવાસી સમાજ દ્વારા તેમના નિવાસ્થાને ઘેરો કરવાની ચીમકી આપી હતી. તેના પગલે  આદીવાસી સમાજમાં ભારે રોષ જોતા ધારાસભ્યના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો….

Related Articles

Back to top button