sabarkathaराष्ट्रीय
તાકીદઃ ભેળસેળ નહીં કરવા વેપારીઓને કાયદાકીય સમજ આપવામાં આવી..
તાકીદઃ ભેળસેળ નહીં કરવા વેપારીઓને કાયદાકીય સમજ આપવામાં આવી..

વાર-તહેવારે એવુ જોવા મળે થે કે મિઠાઇ- ફરસાણના દુકાનદારો અખાદ્ય તેલનો વપરાશ કરે છે, ભેળસેળ કરે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. આવી પ્રવૃતિઓને રોકવા અને કાયાદાકીય સમજ આપવાના પ્રયાસ હાથ ધરાયા છે. જેના ભાગરૂપે સાબરકાંઠામાં એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિગતે જોઇએ તો, તા ૨૭/૩/૦૨૪ ના રોજ ડેઝીગ્નેટેડ ઓફિસર વિદ્યા બેન પટ્ટણી- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર- સાબરકાંઠા દ્વારા. સાબરકાંઠા જિલ્લાના મીઠાઈ, ફરસાણ તથા અન્ય તમામ ખાદ્યચીજોના ઉત્પાદકો તથા વેપારી મંડળોના સભ્યો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સત્તાધીશ મહિલા અધિકારી દ્વારા વેપારીઓને કાયદાકીય સમજ આપી જાગૃત કરવામાં આવ્યા હતા અને ભેળસેળ નહીં કરવાની તાકીદ કરવામાં આવી હતી.




