sabarkathaराष्ट्रीय

વોરા બાદ ઝાલાએ ગાળો આપી..? .ભાજપમાં આ શું ચાલી રહ્યું છે…ભાઇ…?

વોરા બાદ ઝાલાએ ગાળો આપી..? .ભાજપમાં આ શું ચાલી રહ્યું છે...ભાઇ...?

સાબરકાંઠા ભાજપમાં આ શું ચાલી રહ્યું છે એવા સવાલો કાર્યકરો કરી રહ્યાં છે. કેમ કે લોકસભા બેઠકના ઉમેદવારને લઇને  એક તરફ કાર્યકરોમાં વિરોધ છે તો બીજી તરફ નેતાઓ દ્વારા સવાલ પૂછનાર કાર્યકરોની સાથે વણછાજતું વર્તનની સાથે ગાળમગાળી કરવામાં આવી રહી હોવાની ગંભૂર ફરિયાદ છેક કોબા કમલમ સુધી પહોંચી છે.

ઉમેદવારની પસંદગીને લઇને  સાબરકાંઠા જિલ્લા ભાજપમાં અંદરો અંદર કકળાટ યથાવત છે. અને ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા બાદ હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલાએ કાર્યકર્તાઓ સાથે અશોભનીય વર્તન કર્યું હોવાનું ચર્ચાય છે.

ઉમેદવાર અંગે ભાજપના કાર્યક્રમમાં રજૂઆત કરવા પહોંચેલા ભાજપના જ કાર્યકર્તાઓને  તેમના દ્વારા ગાળો બોલવામાં આવી હતી. જેમાં હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલાએ કલોલ શહેર ભાજપ મહામંત્રી વીનુ સુથારને ગાળો બોલી હતી.અને જાહેરમાં જ કાર્યકર્તાઓની હાજરીમાં ધારાસભ્ય ગાળો ઉપર ઉતરી આવ્યા હતા….!

નોંધનીય બાબત એ છે કે આજ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ વોરા પણ એક મહિલા નેતાને બિભસ્ત ગાળો બોલ્યા હતા. આ કાર્યકરો ઉમેદવાર બદલવાની માંગ સાથે રજૂઆત કરવા આવ્યા હતા.અને તેમની ધારાસભ્ય વી ડી ઝાલાએ જે વર્તન કર્યું છે તેની  વિરુદ્ધ પ્રદેશ પ્રમુખ સી આર પટેલને રજૂઆત કરવામાં આવી છે અને તંડમિજાજી તથા પાર્ટીને બદનામ કરતાં હવામાં  ઉડતા વી ડી ઝાલા સામે શિક્ષાત્મક પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.

Related Articles

Back to top button