sabarkatha

સાબરકાંઠામાં એક અકસ્માત એવો થયો કે તેનો લાઇવ વિડિયો ઉતરી રહ્યો હતો…!

સાબરકાંઠામાં એક અકસ્માત એવો થયો કે તેનો લાઇવ વિડિયો ઉતરી રહ્યો હતો...!

ફ્રીઝમાં છે બિયર અને બૈરૂ ગયુ પિયર…એવુ ગીત વગાડતા વગાડતા જઇએ અને મોજમાં આવી જઇએ તો શું થાય…એ સાબરકાંઠામાં થયેલા એક અકસ્માતમાં ઘવાયેલા લોકોને પૂછવુ જોઇએ. કેમ કે સાબરકાંઠામાં એક અકસ્માત એવો થયો કે તેનો લાઇવ વિડિયો ઉતરી રહ્યો હતો…!

 વિગતે જોઇએ તો, સાબરકાંઠામાં અકસ્માતનો લાઇવ વિડિયો વાઇરલ થયો છે. જેમાં અકસ્માતગ્રસ્ત કારમાં બેઠેલા યુવાનના મોબાઇલમાં અકસ્માત કેદ થયો છે.

એક કારમાં યુવાનો જઇ રહ્યાં હતા. ઇનોવા કારમાં મોટેથી ‘બેવફા સનમ તારી મહેરબાની’  એવુ એક ગીત  વાગી રહ્યું હતું અને  તેના પર મોજમાં આવીને યુવાનો ઝુમી રહ્યાં હતા. કે તરત જ અચાનક કારચાલકે યુવાને સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને ઇનોવા સીધી પુલીયાની નીચે  ઘૂસી જાય છે.

આ લાઇવ પણ વિચિત્ર અને મોજ મજા-મસ્તી કરતો વિડિયો અનુસાર,ઈડરના નેત્રામલી પાસે  વિચિત્ર અકસ્માતમાં  યુવાનોને ઇજાઓ પહોંચતા તેમને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

Related Articles

Back to top button