sabarkathaराष्ट्रीय

જ્યારે નિરાધાર મહિલાની યાદશક્તિ પરત આવતાં વિદાયના ભાવવિભોર દ્રશ્યો સર્જાયા…

જ્યારે નિરાધાર મહિલાની યાદશક્તિ પરત આવતાં વિદાયના ભાવવિભોર દ્રશ્યો સર્જાયા...

અમરદિપ સાવઁજનિક ટ્રસ્ટ હિંમતનગર- સંચાલિત નિરાધાર માનસિક દિવ્યાંગ મહિલા આશ્રમવાસી એક માનસિક દિવ્યાંગ મહિલાની  મેડીકલ ટ્રિટમેન્ટ ચાલુ કરતા તેની યાદશકિત પાછી આવતા તેની કૌટુંબિક માહિતી મળતા તેના વાલી વારસોને તેની સોંપણી કરી સામાજીક પુન:સ્થાપન કરાવવામાં આવ્યું હતું.

આજરોજ તા-૧૭/૩—૨૦૨૪ના રોજ આશ્રમ વાસી હલ્કીબેન છ માસ પહેલા અમારા આશ્રમમાં આવેલા તેમની માનસિક હાલતને ધ્યાને લઈ મેડીકલ ટ્રીટમેન્ટ કરાવતા તેમની યાદ શકિત પરત આવતા તેમના જણાવેલ નામ ગામના સરપંચ દ્રારા તેમના  વાલી વારસોનો કોન્ટેકટ થતા વિડિયો કોલીંગથી ઓળખ કરાવતા હલ્કીબેન તેમના માતા પિતાને ઓળખી જતા અને તેમની માતા પણ તેમની દિકરીને ઓળખી જતા તેના માતા પિતાને ઓળખના પુરાવા લઈ આશ્રમ પર બોલાવેલા અને હલ્કીબેન તેમના માતા- પિતાને મળતા જ ભાવ વિભોર થઈ ગયા, અને તે તેમની દિકરીને લઈ જવા માટે જ આવેલા ત્યારે આશ્રમવાસી બહેનનું સમાજમાં થતુ પુન:સ્થાપન જોઈ જે મહેમાનો ને બોલાવેલા તે બધા ભાવ વિભોર થઈ ગયા હતા.,

આ ક્ષણે ઉપસ્થિત અમરદિપ સાવઁજનિક ટ્રસ્ટના સુરજ પરમાર, કિરીટ પરમાર,તથા  કાયઁકરો, વિનોબાભાવે સેવા સંસ્થાનના વિનોદ બ્રહમભટ્ટ,  હાંસલપુર સરપંચશ્રી, અનિલાબેન પ્રજાપત, સંગમ સેવા સંસ્થાન ટ્રસ્ટના કૌશિકભાઈ સિંધવાણી,  આદિત્ય ફાઉન્ડેશનના અનિલભાઇ ત્રિવેદી, નાગરીક બેંક ડિરેકટર દિનેશભાઈ મહેતા, બેજુબા ચેરીટેબલ ટ્રસ્ટ,- પશુ હોસ્પિટલ અમદાવાદના જીજ્ઞેશભાઇ પંચાલ, હલ્કીબેનના માતા બડીબાઇ અને પિતા મુન્નાભાઇને હલ્કી બેનને મહાનુભાવોની હાજરીમાં સોંપણી કરવામાં આવી ત્યારે ભાવવિભોર દ્રષ્યો સજાઁયા હતા…..,

Related Articles

Back to top button