गुजरातराष्ट्रीय

પધારો મ્હારે ગુજરાતઃ મોદીજી આવતીકાલે 12મી માર્ચ દાંડીકૂચ દિવસે અમદાવાદમાં….

પધારો મ્હારે ગુજરાતઃ મોદીજી આવતીકાલે 12મી માર્ચ દાંડીકૂચ દિવસે અમદાવાદમાં....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મંગળવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન સાબરમતી નદીના કિનારે મહાત્મા ગાંધીના આશ્રમ રૂપિયા 1200 કરોડના ખર્ચ સ્મારક નિર્માણ અને આશ્રમ સંકુલના નવનિર્માણ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરશે તેની સાથે જ પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી ડી કેબીન ખાતે ફ્રેન્ડ કોરિડોર ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરશે. દેશના વિવિધ ભાગોમાં રેલવે ટ્રેન કોચ કોરિડોર સોલરના અંદાજે 85 હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને તેઓ અમદાવાદથી સીધા રાજસ્થાનના પ્રવાસે જશે.

આવતીકાલે 12મી માર્ચ દાંડીકૂચ દિવસ છે. સવારે જ વડાપ્રધાન દિલ્હીથી અમદાવાદ આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન સાબરમતી ડી કેબીન ખાતે પહોંચશે. જ્યાં વેસ્ટર્ન ડીએફસીના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરીને નિરીક્ષણ કરશે. અહીંથી જ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.

આ ઉપરાંત રેલવે કાર્ય શાળાઓ પીટ લાઈન કોચિંગ ડેપોનો શિલાન્યાસ કરશે. આ જ રીતે ચાર વંદે ભાગ ટ્રેનના વિસ્તરણને લીલી ઝંડી આપશે. જેમાં અમદાવાદ જામનગર વંદે ભારત દ્વારકા, અજમેર, દિલ્હી સુધીનીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આસનસોલ અને હટીયા તિરૂપતિ અને કોલમ સ્ટેશન વચ્ચે બે નવી પેસેન્જર ટ્રેનને પણ ગ્રીન સિગ્નલ આપશે. એ જ રીતે રેલવે સ્ટેશન ઉપર 50 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે.

Related Articles

Back to top button