राष्ट्रीय

સુપ્રિમે સોઇ ઝાટકીને કહી દીધુ- આવતીકાલ સાંજ સુધીમાં ચૂંટણી પંચને ડેટા સોંપો, નહીંતર…

સુપ્રિમે સોઇ ઝાટકીને કહી દીધુ- આવતીકાલ સાંજ સુધીમાં ચૂંટણી પંચને ડેટા સોંપો, નહીંતર...

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સમય વધારવાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે SBIએ તેનો તમામ ડેટા સાર્વજનિક કરીને આવતીકાલે સાંજ સુધીમાં ચૂંટણી પંચને સોંપવો પડશે.

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સમય વધારવાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે SBIએ તેનો તમામ ડેટા સાર્વજનિક કરીને આવતીકાલે સાંજ સુ

સોમવારે એસબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સમય વધારવાની રજૂઆત દર્શાવતી અરજી કરી હતી. જેમાં બેંકે તમામ રાજકીય પાર્ટીઓના ઈલેક્ટ્રોલ બોન્ડની વિગતો આપવા માટે 30 જૂન સુધીના સમયની માગણી કરી હતી. જોકે, આ અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. આ સાથે પાંચ જજોની બેંચે આ કેસમાં સામેવાળા પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે એસબીઆઈને જરુરી વિગતો 12 માર્ચ (મંગળવાર) બિઝનેસ અવર્સમાં રજૂ કરવા જણાવ્યું છે.

આ સાથે કોર્ટે આ મામલામાં ભારતના ચૂંટણી પંચ (ECI)ને કોર્ટને પૂરી પાડવામાં આવેલી માહિતીની વિગતો તેની વેબસાઈટ પર જાહેર કરવા માટે પણ જણાવ્યું છે. વિગતો રજૂ કરવાની જે સમય અવધી એસબીઆઈને આપવામાં આવી છે તેની સાથે કોર્ટે તીખા શબ્દોમાં એ પણ કહી દીધું છે કે જો નિશ્ચિત કરેલા સમયમાં મર્યાદાનું પાલન કરવામાં નહીં આવે તો અનાદર સામે પગલાં ભરાશે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું બેંકે બોન્ડ ખરીદનારાઓ માટે KYC કરાવ્યું છે? આના પર તેણે હરીશ સાલ્વેને કહ્યું કે આ બોન્ડ કોણે ખરીદ્યા છે અને તે કયા રાજકીય પક્ષમાં ગયા છે તેની તમામ માહિતી બેંક પાસે છે. આ કહેવું સરળ છે, પરંતુ બોન્ડ નંબરની સાથે નામ જણાવવામાં સમય લાગશે.

આના પર પાંચ જજોની બેંચની અધ્યક્ષતા કરી રહેલા CJI ચંદ્રચુડે તેમને પૂછ્યું, ‘અમારો આદેશ આપ્યાના 26 દિવસ સુધી તમે શું કર્યું?’ આ સાથે તેમણે આને ખૂબ જ ગંભીર મામલો ગણાવ્યો અને કહ્યું કે ‘આ બંધારણમાં વ્યવસ્થા છે. તમારે કોર્ટના આદેશ મુજબ કામ કરવું પડશે. તમારે ચૂંટણી પંચ સાથે માહિતી શેર કરવાની રહેશે.

Related Articles

Back to top button