પ્રતિબધ્ધતાઃ મન હોય માળવે જવાય, જહાં ચાહ-વહાં રાહ..આવા સદસ્ય સૌને મળજો…..
પ્રતિબધ્ધતાઃ મન હોય માળવે જવાય, જહાં ચાહ-વહાં રાહ..આવા સદસ્ય સૌને મળજો.....

જેને જે વિચારવું હોય એ વિચારે…….જેને જે લખવું હોય એ લખે ….જેને જે કરવું હોય એ કરે…પણ જેને જે કામ કરવું છે એને કંઈ નડતું નથી ….એનો એક દાખલો મોજૂદ છે. અને પેલી કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય…અને તેમાં એક લાઇન ઉમેરીને એમ કહી શકાય કે મન ન હોય તો માળિયે પણ ન જવાય. વસ્તુસ્થિતિ મનની એટલે કે ઇચ્છાશક્તિની છે.
એવરેસ્ટ પર્વત ચડવો છે. પણ દૂરથી જોઇને એમ વિચારીએ કે આટલો મોટો પહાડ હું કઇ રીતે સર કરીશ. પણ મનમાં મક્કમ નિર્ધાર કરીને કેટલાય માનવીઓએ એવરેસ્ટનો અંહકાર ઓગાળી નાંખ્યો છે. એમ એક સદસ્ય જો મનમાં ધારે કે મારે પ્રજાનુ કામ કરવુ છે. મારે પ્રજાને સુખસુવિધા આપવી છે તો એ કરીને જ જંપે. જેમ કે, પોશીના તાલુકાના દંત્રાલ ગામની બાજુમાં આવેલ લાખીયા ગામની પ્રાર્થમિક શાળાની વાત છે…..
લાખિયા ગામની પ્રાર્થમિક શાળામાં હાલમાં ભણી રહેલા બાળકોની ૧૯૭ જેવી સંખ્યા છે. મુદ્દાની વાત એ છે.જે તે વર્ષોના સમયમાં શાળાનું નિર્માણ થયું તે સમય પછી શાળા સુધી અવર-જવર કરવા ચાલીને જવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.
વર્ષ-૨૦૧૯ અને ૨૦૨૦ના સમયમાં શાળામાં નવીન શાળાના ઓરડાઓ મંજુર થયેલા હતા.પણ આજ દિન સુધી રસ્તાના અભાવના લીધે નવીન શાળાના ઓરડાઓનું બાંધકામ થઈ શક્યું નહોતું.. મને પોતે ગર્વ થાય છે કે એક તાલુકા સદસ્ય મુકેશ ભાઈ ડાભી નાતે લાખિયા ગામની પ્રાથમિક શાળા સુધી નવીન રસ્તો બનાવવાના ભાગ રૂપે જે.સી.બી થી ૩૪૦ મીટરના કાચા રસ્તાનું નિર્માણ કરીને એક મહિનાના સમયમાં જ નવીન આર.સી.સી રોડની કામગીરી પુરી કરેલ છે. તાલુકા વિકાસ અધિકારીશ્રી એન.વી હટારનો પણ સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરું છું….




