sabarkathaराष्ट्रीय

સફાઈ કામદાર માટે મફત કેન્સર નિદાન અને ટેસ્ટિંગ કેમ્પનું આયોજન…

સફાઈ કામદાર માટે મફત કેન્સર નિદાન અને ટેસ્ટિંગ કેમ્પનું આયોજન...

આજ રોજ હિંમતનગર  શેલ્ટર હોમ/ ઘરવિહોણા આશ્રયસ્થાન ખાતે  હિંમતનગર  નગરપાલિકા દ્વારા  આયોજિત  સફાઈ કામદાર માટે મફત કેન્સર નિદાન અને ટેસ્ટિંગ કેમ્પમાં હિંમતનગર વિધાનસભાના માન. ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબે ખાસ હાજરી આપી હતી..

વિગતે જોઇએ તો,  આ કેમ્પમાં  બહેનોના ગર્ભાશયના કેન્સર અને સ્તન કેન્સરની નિઃશુલ્ક તપાસ તથા ભાઈઓના મોઢા/ગળાના કેન્સરની તપાસ નિષ્ણાંત કેન્સર સર્જન , અમદાવાદ સિવિલ દ્વારા કરાવવામાં આવી  હતી.

તદ્ઉપરાંત સારવાર ચાલતી હોય તેમને મેડિકલ ટ્રીટમેન્ટ  માટે દવા વગેરે. કઇ રીતે લેવાની તેની  સલાહ આપવામાં આવી હતી. સમગ્ર  કાર્યક્રમનું  સંયોજક નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ  જિનલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે નગરપાલિકા ઉપ પ્રમુખ સવજીભાઈ, ચેરમેન  દિલીપભાઈ પટેલ, ચેરમેન  હંસાબેન પિત્રોડા નગરપાલિકા આરોગ્ય વિભાગ અને કર્મચારીગણ તેમજ મેડિકલ સ્ટાફ અને નગરજનો હાજર રહ્યા હતા.

Related Articles

Back to top button