Blog

અભિનંદનઃ રેલવે પોલીસ સ્ટેશનના હિમતનગર આઉટ પોસ્ટની ટીમ સરાહનીય કામગીરી….

અભિનંદનઃ રેલવે પોલીસ સ્ટેશનના હિમતનગર આઉટ પોસ્ટની ટીમ સરાહનીય કામગીરી....

સામાન્ય રીતે રેલવે પોલીસ ગુનાખોરોને શોધવામાં મુખ્ય કામગીરી બજાવે છે પણ ક્યારેક તેમની ફરજમાં માનવીય સંવેદનાની કામગીરી પણ બજાવવાની આરવે ત્યારે તેઓ પોતાની ફરજમાંથી પાછા હટતા નથી અને એ માનવીય કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરતાં હોય એવો એક કિસ્સે રેલવે પોલીસ-હિંમતનગર દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે. તેની વિગતો આ મુજબ છે.

શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિરીક્ષક(રેલ્વેઝ), ગુ.રા,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ,પ.રે, અમદાવાદનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આઇ.એમ.કોંઢીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેકટર સાહેબશ્રી એચ.કે.શ્રીમાળી સાહેબની સુચનાનુસાર તા-૨૫/૦૨/૨૦૨૪ના રોજ અમદાવાદ રેલવે પોલીસની ટીમના હેડ કોન્સ્ટેબલ વિપીનભાઇ હરીભાઇ,બ.ન-૧૨૦,પો.કો ગજેન્દ્રસિંહ નટવરસિંહ, બ.ન-૭૭૮ તથા વુ.લો.ર જ્યોતીકાબેન જશુભાઇ ઉદેપુર-અસારવા ઇન્ટરસિટી ટ્રેનમા જ્યુડીશીયલ પેટ્રોલીંગમા ફરજ પર હતા.

તે વખતે ટ્રેનના જનરલ કોચમા બે બાળકો એકલા જણાતા વિશ્વાસમા લઇ પુછપરછ કરતા ઘરેથી નીકળી ગયેલ હોવાનુ જણાવતા ટ્રેન હિમતનગર રેલવે સ્ટેશન આવી પહોચતા હિંમતનગર આઉટ પોસ્ટના પો.હેડ.કોન્સ વિજયકુમાર હીરાભાઇને સોપ્યાં હતા.

 જેથી બન્ને બાળકો સંભાળી પ્રાથમીક સારવાર કરાવી પુછપરછ કરતા બન્ને બાળકો દિલ્હીના મદનગીર વિસ્તારના રહેવાસી હોવાનુ જણાવેલ અને બન્ને બાળકો પોતાના ઘરથી નજીક રમવા માટે ગયેલા જયા મોડુ થતા પિતાજી મારવાના ડરથી બન્ને બાળકો તેમના રહેઠાણના વિસ્તારથી બે કલાકના અંતરે આવેલ નિજામુદ્દીન રેલવે સ્ટેશન પહોચી ગયેલા અને ત્યાથી ટ્રેનમા બેસી ઉદેપુર આવી ગયયા હતા.

પોતે ઉદેપુર-અસારવા ઇન્ટરસિટી ટ્રેનના બોર્ડમા જયપુર શબ્દ વાંચી ટ્રેનમા બેસી ગયેલા અને અહી આવી પહોયેલાનુ જણાવતા હોય જેથી નજીકના ડો.આંબેડકરનગર પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા બન્ને બાળકો ગુમ થવા સંબંધે ફરીયાદ નોધાયેલ હોવાનુ જણાવતા બન્ને બાળકોને ચિલ્ડ્રન હોમ,હિમતનગર ખાતે સોપ્યા હતા.

ત્યારબાદ આજરોજ તા- ૦૧/૦૩/૨૦૨૪ના રોજ દિલ્હી પોલીસની એ.એચ.ટી.યુ(ક્રાઇમ)ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વિરેન્દ્રકુમાર, પો.હે.કો અનુજકુમાર.વુ.હે.કો સુકન્યા આજરોજ અત્રેની આઉટ પોસ્ટ ખાતે આવી બન્ને બાળકોને સંભાળવા માગતા હોઇ જીલ્લા બાળ કલ્યાણ સમિતિ ધ્વારા બન્ને બાળકો તેમને સોપવા હુકમ કરતા બન્ને બાળકો દિલ્હી પોલીસની એ.એચ.ટી.યુ(ક્રાઇમ) ટીમને સોપી ડો.આંબેડકરનગર પોલીસ સ્ટેશન,નવી દિલ્હીના ગુનાના કામે ગુમ બન્ને બાળકો શોધી કાઢવામા અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફને સફળતા મળેલ છે. અને આમ બે બાળકોને તેમના માતાપિતા સાથે મિલન કરાવવામાં માનવતાપૂર્ણ સરાહનીય કામગીરી કરી છે અને તેની સર્ત્ર નોંધ લેવામાં આવી રહી છે.

ઉપરોકત કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓમાં સર્વ શ્રી (૧)પો.ઇન્સશ્રી એચ.કે.શ્રીમાળી સા. (૨)પો.હેડ.કોન્સ વિજયકુમાર હીરાભાઇ (૩)પો.હેડ.કોન્સ વિપીનભાઇ હરીભાઇ (૪)પો.કો ગજેન્દ્રસિંહ નટવરસિંહ (૫)વુ.લો.ર જ્યોતીકાબેન જશુભાઇ (૬)વુ.લો.ર રાધાબેન રામજીભાઇનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button