sabarkathaराष्ट्रीय

ક્રાઇમઃ હિંમતનગરમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદમાંથી મળી, એકની ધરપકડ….

ક્રાઇમઃ હિંમતનગરમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદમાંથી મળી, એકની ધરપકડ....

સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાંથી ચોરી થયેલી એમ્બ્યુલન્સ અમદાવાદમાંથી મળી આવી છે. હિંમતનગરથી આ વાહન ચોરીને વાહનચોર તેને અમદાવાદ લઇ ગયો હતો. પોલીસે વાહનની સાથે  વાહનચોર આરોપીની પણ ધરપકડ કરી છે..

વિગતે જોઇએ તો, બે દિવસ પહેલા સીવીલમાંથી એક એમ્બ્યુલન્સ વેન કોઇ  અજાણ્યો શખ્સ ચોરીને  લઇ ગયો હતો. અને તેના પગલે  દોડધામ મચી હતી. સત્તવાળાઓએ તાકીદે પોલીસમાં  ફરિયાદ કરતાં પોલીસે પોતાની કામગીરી શરૂ કરી હતી. સીવીલના ડ્રાઇવરે  હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

હિંમતનગર એ ડીવીઝન પોલીસે અમદાવાદના વેજલપુરથી  હિંમતનગરમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ ઝડપી લીધી હતી. ગાંધીનગરના બોરીસણાના શખ્સે હિંમતનગર થી એમ્બ્યુલન્સ ચોરી કરી લઇ ગયો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સને કોર્ટમાં રજુ કરીની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Back to top button