તંત્રની બેદરકારી કે ચોરની ચાલાકીઃ બાકી કુછ બચા તો એમ્બ્યુલન્સ પણ ચોરાઇ ગઇ…!!
તંત્રની બેદરકારી કે ચોરની ચાલાકીઃ બાકી કુછ બચા તો એમ્બ્યુલન્સ પણ ચોરાઇ ગઇ...!!
હિંમતનગરમાં આવેલ નવી સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગ કરેલ સરકારી એમ્બ્યુલન્સ રવિવારે ચોરાઈ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
હિંમતનગરમાં આવેલ નવી સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગ કરેલ સરકારી એમ્બ્યુલન્સ કોઇ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જતા સહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 25 રવિવારની રાત દરમિયાન આ અંગેની ફરિયાદ નોંધાય છે.
પ્રાપ્ત સૂત્રો દ્વારા જાણવા મળે છે કે હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગની સામે રવિવારે સવારે દર્દીઓ માટેની સરકારી એમ્બ્યુલન્સ પાર્ક કરી હતી તે દરમિયાન આઠ થી 15 એટલે કે માત્ર 15 મિનિટના સમયમાં કોઈ અજાણ્યા ઇસમે આવીને એમ્બ્યુલન્સ ચોરી કરી લઈ જવામાં સફળ થયો હતો.
આ અંગે એમ્બ્યુલન્સ ચાલક શરદ શિવાભાઈએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ જીજે 18 જીબી 1241 ની 2019ના મોડલની ₹10 લાખની સરકારી એમ્બ્યુલન્સની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દર્દીઓ માટેનું વાહન કોણ લઇ ગયુ અને ઇરાદો શું હતો એ તો વાહનચોર પકડાશે ત્યારે ખબર પડશે પણ હમણાં છેલ્લા કેટલાક સમયમાં એસટી બસ પણ ચોરાઈને જતી રહી હતી અને હવે એમ્બ્યુલન્સ કોઈને કોઈ ડર કે ખૌફ રહ્યો નથી તે જોવા મળે છે…




