sabarkathaराष्ट्रीय
અજબગજબઃ જિલ્લામાં ચંદનચોરોની ગેંગ ફરી સક્રિય થઇ….6 જેટલા વૃક્ષો કાપીને લઇ ગયા….
અજબગજબઃ જિલ્લામાં ચંદનચોરોની ગેંગ ફરી સક્રિય થઇ....6 જેટલા વૃક્ષો કાપીને લઇ ગયા....
સાબરકાંઠામાં શું નથી ચોરાતુ…માલ મિલકતની સાથે હવે ચંદનના વૃક્ષો પણ સલામત નથી અને ચંદનચોરોની નજર જિલ્લામાં ચંદનના વૃક્ષો પર પડી હોય તેમ 6 જેટલા ચંદનના વૃક્ષો ચંદનચોર વિરપ્પનો કાપીને લઇ ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.
વિગતે જોઇએ તો, જિલ્લામાં ફરી ચંદન ચોરો સક્રિય થયા હોય તેમ જંગલ વિસ્તાર ગણાતા વિજયનગર તાલુકામાં ચંદનના વૃક્ષો ચોરાયા છે. મતાલી ગામમાંથી 6 ચંદનના વૃક્ષો ચોરાયા છે. અને દિવસે નહીં પણ રાત્રિના સમય દરમિયાન કટર વડે ચંદનના 14 વર્ષ જૂના વૃક્ષો ચંદનચોરોની ટોળકી કાપીને લઇ ગયા છે.. વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી છે.




