गुजरातराष्ट्रीय

ગેરંટીઃ મેં વચન આપ્યું હતું, મેં વચન પુર્ણ કર્યું….રાજકોટનો મારા ઉપર ઋણ છેઃમોદીજી

ગેરંટીઃ મેં વચન આપ્યું હતું, મેં વચન પુર્ણ કર્યું....રાજકોટનો મારા ઉપર ઋણ છેઃમોદીજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ જંગી જનસભાને સંબોધિત કરી. જેમા તેમણે 22 વર્ષ પહેલાના તેમના સંસ્મરણોને યાદ કર્યા હતા. આજે જ્યારે રાજકોટ આવ્યો છુ તો ઘણુ જુનુ પણ યાદ આવી રહ્યુ છે. મારા જીવનનો ગઈકાલે એક વિશેષ દિવસ હતો. મારી ચૂંટણી યાત્રાની શરૂઆતમાં રાજકોટની મોટી ભૂમિકા છે.

વડાપ્રધાને જણાવ્યુ કે  22 વર્ષ પહેલા 24 ફેબ્રુઆરીએ જ આ જ શહેરે મને સૌપ્રથમવાર આશિર્વાદ આપ્યા હતા અને પોતાનો ધારાસભ્ય ચૂંટ્યો હતો અને આજે 25 ફેબ્રુઆરીના દિવસે મે મારા જીવનમાં પ્રથમવાર રાજકોટના ધારાસભ્ય તરીકે ગાંધીનગર વિધાનસભામાં શપથ લીધા હતા. આપ લોકોએ મને ત્યારે મને તમારા સ્નેહ અને વિશ્વાસનો ઋણી બનાવી દીધો હતો. પરંતુ આજે 22 વર્ષ બાદ હું રાજકોટના એક એક પરિજનને ગર્વ સાથે કહી શકુ છુ કે મે આપના વિશ્વાસ પર ખરો ઉતરવાની પુરી કોશિષ કરી છે.

વડાપ્રધાને જણાવ્યુ કે આજે પુરો દેશ આજે સમગ્ર દેશ જે પ્રેમ આપી રહ્યો છે, જે આશિર્વાદ આપી રહ્યા છે, તો તેના યશના હક્કદાર આ રાજકોટ પણ છે. આજે જ્યારે પુરો દેશ ત્રીજીવાર એનડીએ સરકારને આશિર્વાદ આપી રહ્યો છે, આજે જ્યારે પુરો દેશ અબ કી બાર મોદી સરકાર 400 પારનો વિશ્વાસ કરી રહ્યો છે. તમને પુન: રાજકોટના એક એક પરિજનને રાજકોટના એક એક પરિજનને શિશ નમાવીને નમન કરુ છુ. હું જોઈ શકુ છુ કે પેઢીઓ બદલાઈ ગઈ પરંતુ મોદી માટે સ્નેહ દરેક ઉમર વર્ષથી પર છે. આ તમારુ સ્નેહનું જે ઋણ છે તેને વ્યાજ સાથે વિકાસ કરીને ચુકવવાનો પ્રયાસ કરુ છુ.

Related Articles

Back to top button