sabarkathaराष्ट्रीय

વાંધા અરજીઃ સાબર ડેરીની ચૂંટણીમાંથી શામળભાઇ આઉટ થઇ જાય તેવી શક્યતા….

વાંધા અરજીઃ સાબર ડેરીની ચૂંટણીમાંથી શામળભાઇ આઉટ થઇ જાય તેવી શક્યતા....

સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ જેઓ બાયડ ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે તેમની સામેના ઉમેદવાર બાબુભાઈ મથુરભાઈ પટેલે આજરોજ ફોર્મ ચકાસણી વખતે શામળભાઈના ફોર્મ સામે લેખિતમાં વાંધો રજૂ કર્યો છે.

જેમાં શામળભાઈ પટેલની પુત્રવધુ અને ભત્રીજા કે જેઓ અંકલેશ્વર ખાતે સીટીઝન રેમેડીઝ નામની કંપની ચલાવે છે અને આ કંપની સાબરડેરીને પશુઓ માટેની દવાઓ સપ્લાય કરે છે સાબરડેરીના પેટા નિયમોના હેતુઓમાં સ્પષ્ટ લખેલું છે કે કોઈપણ ચૂંટાયેલ ડિરેક્ટર સંસ્થામાંથી સીધો અથવા આડકતરો લાભ મેળવી શકે નહીં.

આ વાધા અરજી ચૂંટણી અધિકારીશ્રીએ ધ્યાને લઈ આવતીકાલે 11 વાગ્યે તેની મુદત રાખેલ છે. સરકારનું પ્રેશર નહીં આવે તો લગભગ શામળભઈ પટેલનું ફોર્મ રદ થવાના પુરા ચાન્સીસ છે.

Related Articles

Back to top button