राष्ट्रीयस्पोर्ट्स

WPL 2024: ગુજરાતની ટીમને લાગ્યો ઝટકો….સ્ટાર ખેલાડી મેદાનની બહાર…

WPL 2024: ગુજરાતની ટીમને લાગ્યો ઝટકો....સ્ટાર ખેલાડી મેદાનની બહાર...

મહિલા પ્રીમિયર લીગમાં દુનિયાભરના સ્ટાર્સ ભાગ લેવા માટે તૈયાર છે. ત્યારે ગુજરાતની ટીમને ઝટકો લાગ્યો છે. ગુજરાત જાયન્ટસની સ્ટાર ખેલાડી લૉરેન ચીટલ ગરદન પાસે સ્કિનનું કેન્સરની સારવાર ચાલી રહી છે. જેને કારણે તે આ લીગમાંથી દુર થઈ છે.

ચીટલે હાલમાં ડિસેમ્બર 2023માં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ. તેમણે હરાજીમાં ગુજરાત જાયન્ટસે ટીમમાં લીધી હતી. આ વખતે ડબલ્યુપીએલમાં ડેબ્યુ કરવા માટે તૈયાર હતી.25 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલરે હવે ક્રિકેટના મેદાનથી થોડા મહિના દૂર રહેવું પડશે.લોરેને ચીટલે વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા માટે વનડે અને ટી20માં ડેબ્યુ કર્યું હતુ. ત્યારથી તે ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દુર છે. ચીટલે અત્યારસુધી માત્ર 4 વનડે અને 7 ટી20આઈ મેચ રમી છે.

મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝનની શરુઆત 23 ફેબ્રુઆરી 2024થી થઈ રહી છે.ગુજરાત જાયન્ટસની ટીમ પોતાના અભિયાનની શરુઆત મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 25 ફેબ્રુઆરીથી કરશે.ચીટલની કારકિર્દી પર ઈજાની ઘણી અસર પડી છે. તેણે તેના જમણા અને ડાબા ખભાની સાથે બાઈસેપ્સની સર્જરી કરાવી છે. તેને ઘણી ઈજાઓ થઈ છે. હવે તે સ્કિન કેન્સર સામે લડી રહી છે.

Related Articles

Back to top button