રૂ.૩.૧૭ લાખનો દારૂનો જથ્થો કબ્જે કરી ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
રૂ.૩.૧૭ લાખનો દારૂનો જથ્થો કબ્જે કરી ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે એ.જી.રાઠોડ, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલી છે.
જેના ભાગ રૂપે તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના એસ.જે.ચાવડા, પો.સ.ઈ. એલ.સી.બી. તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઇ. ચાંપાભાઇ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.હે.કો. અમરતભાઇ તથા આ.હે.કો.સનતભાઇ તથા આ.હે.કો.કમલેશસિંહ તથા અ.પો.કો. ધવલકુમાર તથા અ.પો.કો. ગોપાલભાઇ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો.વિજયકુમાર તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. રમતુજી વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ છે.
ઉપરોક્ત ટીમના માણસો તા.૨૦/૦૨/૨૦૨૪ના રોજ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. તથા આ.પો.કો. વિજયભાઇ ભીખાભાઇ બ.નં.૧૦૩ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “ઓડા ગામે તળાવ વાળા વાસમાં રહેતો નરેશભાઇ ઉર્ફે નરેશજી સ/ઓ ગીરધરજી બાબુજી સોલંકીનાઓ ઓડા ગામની સીમમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે “
જે બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જઇ ઓરડીમાં તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર પેટી નંગ-૭૨ કુલ બોટલ/ટીન નંગ-૨૩૧૬ કિ.રૂ.૩,૧૭,૦૨૮/-નો મુદ્દામાલ સંતાડી રાખેલ હાલતમાં મળી આવેલ તેમજ આરોપી નરેશભાઇ હાજર નહી મળી આવતાં તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપી નરેશભાઇ ઉર્ફે નરેશજી સ/ઓ ગીરધરજી બાબુજી સોલંકી રહે.ઓડા તળાવવાળા વાસ તા.ઇડર વિરૂધ્ધ જાદર પો.સ્ટે. પાર્ટે-સી-ગુ.ર. નં.૧૧૨૦૯૦૨૪૨૪૦૦૮૧/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬૫એઇ મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.




