કોંગ્રેસમાં ચહલપહલઃ નવા પ્રમુખે પદભાર સંભાળ્યો….પણ જીતશે ખરા..?!
કોંગ્રેસમાં ચહલપહલઃ નવા પ્રમુખે પદભાર સંભાળ્યો....પણ જીતશે ખરા..?!
લોકસભાની ચૂંટણીઓ હવે કાંઇ દૂર નથી. માર્ચના પહેલા સપ્તાહમાં તારીખો જાહેર થઇ જવાની છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ જિલ્લામાં તૈયારીઓ શરૂ કરી છે. જેમાં સાબરકાંઠા જિલ્લા કોગ્રેસના નવ નિયુક્ત પ્રમુખે કાર્યભાર સંભાળ્યો હતો.

કોંગ્રેસે અશોકભાઇ પટેલની જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરી હતી. જેમાં આજે તેમણે વિધિવત રીતે જિલ્લા કોગ્રેસ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાની ચુંટણી બાદ આજે કોગ્રેસ કાર્યલયમાં ચહલ પહલ જોવા મળી હતી.
તેમણે શહેરના જુના અને જાણીતા ટાવર ચોકમાં સરદાર પટેલ સાહેબની પ્રતિમાને હારતોરા કર્યા બાદ પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના કોગ્રેસી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે કહ્યું હતું કે, પુર્વ પ્રમુખ સુરેશ પટેલના કાર્યકાળ દરમિયાન વેર-વિખેર થયેલી કોગ્રેસને એકજુથ કરવાનું કામ વહેલામાં વહેલી તકે પહેલા કરવુ પડશે.




