પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર ખાતે યોજાયો હતો. પાંચ દિવસ ચાલેલ આ મહોત્સવ ઉત્સાહ સાથે ઉજવાઇને પૂર્ણ થયો હતો. જોકે મહોત્સવ પૂર્ણ થયા બાદ એક ST બસની પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે શ્રદ્ધાળુઓને કોઈ ડરના રહે એ માટે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે દાંતા માર્ગ પર પાલનપુર જઈ રહેલી એસટી બસ પર પથ્થર મારાની ઘટના બાદ ત્રણ બાઇકોને ઝડપી લીધી છે. ત્રણ બાઇક ચાલકોએ પથ્થર મારો કર્યો હોવાને લઈ પોલીસે આ દીશામાં તપાસ હાથ ધરી છે. બસ પર પથ્થરમારો કરીને અસામાજીક શખ્શો ઝાડીઓમાં પલાયન થઈ ગયા હતા. પથ્થરમારાને લઈ બસનો કાચ ફૂટ્યો હતો.




