गुजरातराष्ट्रीय

આને કહેવાય મુખ્યમંત્રીઃCM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે યોજી ખાટલા બેઠક….કર્યુ રાત્રી રોકાણ

આને કહેવાય મુખ્યમંત્રીઃCM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે યોજી ખાટલા બેઠક....કર્યુ રાત્રી રોકાણ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શનિવાર અને રવિવારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. ભૂપેન્દ્ર પટેલનું રાત્રી રોકાણ બનાસકાંઠા જિલ્લામાં હતુ. CM ભૂપેન્દ્ર પટેલ વડગામ તાલુકાના જલોત્રા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં વહેલી સવારે 125 ગામના ખેડૂતો સાથે બેઠક કરી હતી. જલોત્રામાં ખેડૂતોની સાથે ખાટલા બેઠક યોજી હતી અને જ્યાં ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા હતા.

ખેડૂતોની આવક કેવી રીતે વધે અને ઓર્ગેનિક ખેતી કરવા અંગે મુખ્યપ્રધાને ભાર મુક્યો હતો. જલોત્રા વિસ્તારના કર્માવત તળાવને ભરવાને લઈને ફાળવેલ પૈસાને લઈ ખેડૂતોએ મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. જલોત્રા ગામે જ રોકાણ કરીને ખેડૂતો અને સ્થાનિકોની સાથે મુલાકાત કરી હતી. શનિવારે રાત્રી દરમિયાન પણ સ્થાનિક ખેડૂતો અને સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી.

Related Articles

Back to top button