એકશનઃસમીર વાનખેડેની સામે સીબીઆઇ બાદ હવે ઇડીનો સંકજો….
એકશનઃસમીર વાનખેડેની સામે સીબીઆઇ બાદ હવે ઇડીનો સંકજો....
EDએ મુંબઇ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. સમીર વાનખેડે વિરૂદ્ધ ‘પ્રીવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ’ (PMLA) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. EDએ આ મામલે કેસ નોંધ્યા બાદ કેટલાક લોકોને સમન્સ પણ મોકલ્યું છે, જેની તપાસ એજન્સી મની લૉન્ડ્રિંગ મામલે પૂછપરછ કરશે.
ED આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી ચુકી છે. અત્યારે જે લોકોને સમન્સ મોકલવામાં આવ્યું છે, તેમાંથી કેટલાક NCB સાથે જોડાયેલા લોકો પણ સામેલ છે. તપાસ એજન્સીએ આ તમામ લોકોને પૂછપરછ માટે મુંબઇ સ્થિત EDની ઓફિસે બોલાવ્યા છે. સમીર વાનખેડે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા.
CBIએ મે, 2023માં સમીર વાનખેડે અને ચાર અન્ય લોકો વિરૂદ્ધ ડ્રગ્સ મામલે આર્યન ખાનને ફસાવવાના બદલામાં 25 કરોડ રૂપિયા લાંચ માંગવાના આરોપમાં ફરિયાદ નોંધી હતી. આ તમામ લોકો પર આરોપ હતો કે તેમણે લાંચના પ્રથમ હપ્તાના રૂપમાં 50 લાખ રૂપિયા લીધા હતા. ફરિયાદ બાદ CBIએ 29 જગ્યાએ દરોડા પાડ્યા હતા.
બીજી તરફ સમીર વાનખેડેએ CBI તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદને રદ કરવા અને કોઇ પણ દંડાત્મક કાર્યવાહીમાં વચગાળાની સુરક્ષાની માંગ કરતા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ ફરિયાદને આધાર બનાવતા EDએ મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. સૂત્રો અનુસાર કેસમાં કાર્ડિલિયા ક્રૂઝ મામલે લાંચની 50 લાખની રકમ પરત કરવાનો પણ ઉલ્લેખ છે.
સમીર વાનખેડેએ કહ્યું કે EDએ તે સમયે ECIR 2023માં નોંધી હતી. ચોકાવનારી વાત આ છે કે આ ECIR CBIની તે ફરિયાદ પર આધારિત છે જે પહેલા જ બોમ્બે હાઇકોર્ટ સામે સવાલોના ઘેરામાં છે. હું યોગ્ય સમય પર કોર્ટમાં યોગ્ય જવાબ આપીશ.




