હિંમતનગર રેલવે પોલાસે ગણનાપાત્ર પ્રોહી.નો કેસ ઝડપી પાડ્યો….
હિંમતનગર રેલવે પોલાસે ગણનાપાત્ર પ્રોહી.નો કેસ ઝડપી પાડ્યો....
ગઈ તા 08/02/2024 નાં રોજ હિમતનગર રેલવે આઉટ પોસ્ટ નાં પો.હેડ.કોન્સ્ટેબલ વિજય દેસાઈ, પો.હેડ.કોન્સ બિપીનભાઈ, પો.કોન્સ વિકાસકુમાર , પો.કોન્સ દીપકભાઈ, પો.કોન્સ અરવિંદભાઈ તમામ આઉટ પોસ્ટ હદ વિસ્તારમાં પ્રોહી. જુગારની વોચમાં હતા.
તે વખતે ક.20/20 વાગ્યે ઉદેપુર અસારવા ઇન્ટરસિટી ટ્રેન રેલવે સ્ટેશન પહોંચતા તેના પાછળના જનરલ કોચમાં એક ઈસમ શંકાસ્પદ જણાતા તેને પોલીસ માણસોની મદદથી પકડી પંચો રૂબરૂં તેનું નામ-ઠામ શ્રવણકુમાર રામકુમાર જાતે ગુર્જર (ઉ.વ 21) રહે ગામ કેસરીપુરા તા ઉદેપુરવાટી જી જુંજનું(રાજસ્થાન)વાળાને તેની પાસે રહેલ ટ્રોલી બેગ અને બગલ થેલો ચકાસતા બંને બેગોમાંથી કુલ 24 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કી.રૂ 37560/- નો મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી અટકાયત કરેલ છે આમ હિમતનગર રેલવે પોલીસને ગણનાપાત્ર કેસ શોધવામાં સફળતા મળેલ છે




