राष्ट्रीय

ગૌરવઃ ભારતમાં જન્મેલા વરુણ ઘોષ ઓસ્ટ્રેલિયન સંસદના પ્રથમ સેનેટર બની ગયા……

ગૌરવઃ ભારતમાં જન્મેલા વરુણ ઘોષ ઓસ્ટ્રેલિયન સંસદના પ્રથમ સેનેટર બની ગયા......

આપણા દેશને સન્માનનો અનુભવ થાય તેવી વાત આજે બની. જેમાં બેરિસ્ટર તરીકે કામ કરનારા વરુણ ઘોષ ઓસ્ટ્રેલિયન સંસદમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરશે . ઘોષે કહ્યું હતું કે તેઓને સન્માનની લાગણીનો અનુભવી થઇ રહ્યો છે.

ઘોષના માતાપિતા 1980ના દાયકામાં ઓસ્ટ્રેલિયા આવ્યા હતા .ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન બેરિસ્ટર વરુણ ઘોષ ઓસ્ટ્રેલિયન સંસદના ભારતમાં જન્મેલા પહેલા સેનેટર બની ગયા છે. તેઓ ઓસ્ટ્રેલિયન સંસદમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરશે.

તેઓ વર્લ્ડ બેન્ક સાથે પણ જોડાયેલા છે લેબર પાર્ટીએ સત્તાવાર રીતે વરુણની પસંદગી કરી હતી. તેઓ સેનેટર પેટ્રિક ડોડસનનું સ્થાન લેશે જેઓ આરોગ્ય કારણોસર નિવૃત્ત થવાના છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા લેજિસ્લેટિવ એસેમ્બલીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, લેજિસ્લેટિવ એસેમ્બલી અને લેજિસ્લેટિવ કાઉન્સિલે સેનેટર વરુણ ઘોષની સંઘીય સંસદમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરી છે.

વરુણે માત્ર 17 વર્ષની વયે જ પર્થમાં લેબર પાર્ટી સાથે જોડાયા હતા. ઘોષના માતાપિતા 1980ના દાયકામાં ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને અહીં તેમણે ન્યુરોલોજિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. ઘોષે કહ્યું હતું કે તેઓ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે.

વરુણે એક નિવેદનમાં કહ્યું, ‘હું ભાગ્યશાળી છું કે મને સારું શિક્ષણ મળ્યું અને હું સારી ગુણવત્તાયુક્ત શિક્ષણમાં વિશ્વાસ કરું છું. હું એમ પણ માનું છું કે દરેક વ્યક્તિ માટે તાલીમની તકો ઉપલબ્ધ હોવી જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી, વરુણ પર્થમાં કાયદાની પ્રેક્ટિસ કરી રહ્યો છે અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં કાયદાકીય બાબતો સંભાળી રહ્યો છે.

Related Articles

Back to top button