ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરને પકડી પાડતી હિંમતનગર “એ” ડીવીઝન પોલીસ
ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરને પકડી પાડતી હિંમતનગર “એ” ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં મીલ્કત સબંધી ચોરીઓના તથા છેતરપીંડીના બનાવ સબંધે આવી પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી ગુન્હા બનતા અટકાવવા સારૂં સુચના આપેલ હોય જે સંદર્ભે શ્રી એ.કે.પટેલ નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી બી.પી.ડોડીયા પો.ઇન્સ એ ડીવી.પો.સ્ટે.હિંમતનગર નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોને આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઇસમોને પકડવા સુચનો કરેલ છે.
જે આધારે સર્વેલન્સ સ્કવોડના માણસો આ દિશામાં સતત તપાસમાં રહેલ અને તપાસ દરમ્યાન સર્વેલન્સ સ્કવોડના માણસોએ હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૨૦૯૦૧૬૨૪૦૧૧૭/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૫૭,,૩૮૦,૧૧૪ મુજબના ગુનાના કામે સર્વેલન્સ સ્કોડના માણસોની અંગત બાતમી હકીકત આધારે તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલ ઇન્ચારજ આર.કે.રાવત પોલીસ સબ ઇન્સપેકટર કંમાન્ડ કંટ્રોલ તથા અ.પો.કો હરીસિધ્ધસિંહ નાઓની મદદ મેળવી સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા સદર ગુનાના કામે બજાજ કંપનીની સી.એન.જી.રીક્ષા રજી.નં. GJ.27.TE.4705 ની શંકાસ્પદ જણાતા જે અધારે સદર ગુનાના કામે ચોરી કરનાર ઇસમ શાહબાજ દીલાવરખાન બલોચ ઉ.વ.૨૫ રહે.શાહ આલમ,અમ્મા મસ્જિદની સામે ગલીમા, બસીર કરીયાણા સ્ટોરની આગળ,ચંડોળા તળાવ,અમદાવાદ વાળાને હાજીપુરા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસેથી તા.૦૬/૦૨/૨૦૨૪ ના રોજ ચોરી કરેલ સોનાની કડલી નંગ-૨ તથા સોનાની બંગડી નંગ-૨ સોનાનુ મંગળસુત્રનંગ-૧ તથા રોકડ રકમ રૂ.૧૨,૦૦૦/- મળી કુલ રૂપિયા- કિ.રૂ.૫,૨૬,૫૧૭/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાના કામે કબજે કરી આ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હાનો મુદ્દામાલ રીકવર કરી,ગુન્હો ડીટેક્ટ કરી મીલ્કત સંબંધી ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે. આમ હિંમતનગર એ ડિવીઝન પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.
કામગીરી કરનાર ટીમમાં (૧) બી.પી.ડોડીયા પોલીસ ઇન્સપેકટર (૨) અ.હેડ કોન્સ. ચિન્ટુસિંહ કાળુસિંહ
(૩) અ.પો.કો.જ્ઞાનદિપસિંહ વિજયસિંહ (૪) અ.પો.કો.મિતરાજસિંહ રણજીતસિંહ (૫) અ.પો.કો.મહાવીરસિંહ પ્રભાતસિંહ (૬) અ.પો.કોન્સ. કલ્પેશકુમાર કેશવભાઇ (૭) અ.પો.કો કપીલભાઇ કલ્યાણસિંહનો સમાવેશ થાય છે.




